તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખારમાં યોજાયેલી ન્યૂ ઈયર પાર્ટીમાં હત્યા, 500 પાનાંની ચાર્જશીટ દાખલ

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • 19 વર્ષીય જાહન્વી કુકરેજાની હત્યા વિશે સાંભળીને આરોપીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી

ખારના ભદ્ર વિસ્તારની ઈમારતમાં ન્યૂ યર પાર્ટી દરમિયાન 19 વર્ષીય જાન્હવી કુકરેજાની હત્યાના કેસમાં પોલીસે 500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં જાન્હવીના મૃત્યુની જાણકારી મળ્યા પછી આરોપીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી એવી નોંધ કરવામાં આવી છે.સાઈકોલોજીની વિદ્યાર્થિની જાહન્વી ગયા વર્ષે લોકડાઉન દરમિયાન મનાઈ છતાં યોજાયેલી ન્યૂ યર પાર્ટી દરમિયાન મૃતાવસ્થામાં મળી આવી હતી. પાર્ટીનો આયોજક યશ આહુજાએ પોલીસને જણાવ્યું કે આઠમા માળે પાર્ટી પછી જાહન્વીનો મૃતદેહ ઈમારતના ભોંયતળિયે પડ્યો છે એવી જાણ કરવા માટે આરોપી શ્રી જોગધનકરનો સંપર્ક કર્યો ત્યારે તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપી નહોતી.

શ્રીના વર્તન પરથી યશને તેની પર શંકા ગઈ હતી. ચાર્જશીટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શ્રી અને દિયા પડલકર જાહન્વીનાં નિકટવર્તી ફ્રેન્ડ્સ હતાં. ત્રણેય પાર્ટી અધવચ્ચે છોડી ગયાં હતાં, જે પછી તેમની વચ્ચે ઝઘડો થયા બાદ મૃત્યુ થયું હોઈ શકે છે. યશના આઠમા માળના ફલેટમાંથી બહાર નીકળ્યા પછી તેઓ દાદર વાટે નીચે ઊતરતાં હતાં, જે દરમિયાન તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી જાહન્વી ઈમારતના ભોંયતળિયે મૃતાવસ્થામાં મળી આવી હતી.

જાન્હવીના પોસ્ટમોર્ટમના અહેવાલમાં તેના શરીર પર 48 ઈજાઓ મળી આવી હતી, જે મોટા ભાગની ગંભીર પ્રકારની હતી. શ્રી અને દિયા સામે પોલીસે મજબૂત પુરાવા ભેગા કર્યા છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લોહીના નમૂનાઓ અને શ્રીના શર્ટ પરથી અને 18 વર્ષીય દિયાના બેડ પરથી લીધેલા લોહીના નમૂના મેચ થયા છે. ઘટનાને નજરે જોનાર સાક્ષીદારનો અભાવ હોવાથી તપાસમાં અમુક ગૂંચ પેદા થઈ હતી, પરંતુ પોલીસે સાંયોજિક પુરાવાઓ, ફોરેન્સિક તારણો અને અન્ય બાબતોને આધારે મજબૂત કેસ બનાવ્યો છે.

તે રાત્રે ચોક્કસ શું થયું હતું
પાર્ટીમાં હાજર લોકો, આરોપીના ફ્રેન્ડ્સ અને પીડિતનાં નિવેદનો પરથી પોલીસે એવું તારણ કાઢ્યું છે કે શ્રી અને દિયા પાર્ટી દરમિયાન વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યાં હતાં. શ્રીની પ્રેમિકા જાહન્વીએ આ જોયું ત્યારે તે રડવા લાગી હતી. આ પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયાં હતાં. આ પછી જાન્હવી મૃતાવસ્થામાં મળી આવી હતી. યશના મિત્રોએ કહ્યું કે તે ઈજાઓ સાથે તેમની પાસે આવ્યો હતો, જેથી નજીકની હોસ્પિટલમાં લઈ જઈ તેનો ઉપચાર કર્યો હતો અને તે પછી પોતાનાં કપડાં પહેરીને તે ચાલ્યો ગયો હતો, જ્યારે દિયા પણ ત્યાંથી નીકળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો