કાર્યવાહી:બાળકી પર જાતીય અત્યાચાર બાદ હત્યાઃમાતા-પિતા ટ્રેનમાં પકડાયાં

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દંપતી લાશ સાથે રાજકોટ જતી ટ્રેનમાં બેઠું હતું

16 મહિનાની પુત્રીના મૃતદેહ સાથે ટ્રેનમાં પ્રવાસ કરતાં માતા- પિતાની સોલાપુરમાં રેલવે પોલીસે ધરપકડ કરી છે. પુત્રી પર પિતાએ જાતીય હુમલો કર્યો હતો અને ત્યાર પછી ગળું દબાવીને મારી નાખી હતી, જેમાં માતાએ પણ સાથ આપ્યો હતો, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.માતા- પિતાએ પુત્રીના મૃતદેહ સાથે સોલાપુર સ્ટેશનથી ગુજરાત જતી ટ્રેન ગુરુવારે પકડી હતી. આરોપીઓ મૃતદેહનો તેમના વતનમાં નિકાલ કરવા માગતાં હતાં.

આ માટે તેઓ રાજકોટ જતી ટ્રેનમાં તેલંગાણાના સિકંદરાબાદ શહેરમાંથી પ્રવાસ કરતાં હતાં. પ્રવાસ દરમિયાન નવજાતમાં કોઈ હલનચલન જણાતું નહોતું. આથી સાથી પ્રવાસીઓને શંકા ગઈ હતી. અમુક પ્રવાસીઓએ ટ્રેનમાં ટિકિટ એક્ઝામિનરને આ અંગે જાણ કરી હતી. આ પછી સોલાપુર સ્ટેશને રેલવે પોલીસને સતર્ક કરવામાં આવી હતી, એમ રેલવે પોલીસના એડિશનલ એસપી ગણેશ શિંદેએ જણાવ્યું હતું.

બંનેને સોલાપુર રેલવે સ્ટેશને ઉતારી મૂકવામાં આવ્યાં હતાં. નવજાતની તબીબી તપાસ કરાતાં મૃત જણાઈ હતી. ઊલટતપાસ લેતાં તેમણે કબૂલ કર્યું કે જાતીય હુમલા પછી પિતાએ તેનું ગળું દબાવીને મારી નાખી હતી. માતાએ પણ આ ગુનામાં તેને મદદ કરી હતી. માતા- પિતા મૃતદેહનો નિકાલ તેમના વતનમાં કરવા માગતાં હતાં, જેથી રાજકોટ જતી ટ્રેન પકડી હતી, એમ શિંદેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...