તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:મહાપાલિકાઓમાં હવે ફરીથી એક વોર્ડ, એક નગરસેવક સિસ્ટમ લાગુ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ સત્તાધીશ ભાજપે ચૂંટણીમાં ફાયદા માટે આ રચના બદલી હતી

રાજ્યમાં આવતા વર્ષની શરૂઆતમાં મુંબઈ, પુણે, થાણે, નાગપુર, નાશિક સહિત થનારી 18 મહાપાલિકાઓની ચૂંટણીમાં એક પ્રભાગ/એક વોર્ડ રચના અનુસાર થશે એમ રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે. એ અનુસાર વોર્ડ રચનાની કાચી રૂપરેખા તૈયાર કરવાનો આદેશ મહાપાલિકાઓને આપ્યો છે. 2011ની લોકસંખ્યાના આધારે આ રચના કરવામાં આવશે. કેટલીક મહાપાલિકાઓમાં નગરસેવકોની સંખ્યા વધશે. પ્રભાગની રચના થયા પછી મળનારા વાંધા અને સૂચનાઓ, ન્યાયાલય પ્રક્રિયા ધ્યાનમાં લેતા આ પ્રક્રિયા ઝટ પૂરી કરવાની પંચની ભૂમિકા છે.

મુંબઈમાં પહેલાં પણ એક પ્રભાગ/એક વોર્ડ પદ્ધતિ હતી. જોકે અન્ય મહાપાલિકાઓમાં બે, ત્રણ અથવા ચાર વોર્ડ મળીને એક પ્રભાગ કરીને ચૂંટણીઓ થઈ હતી. એ સમયે રાજ્યમાં ભાજપની સત્તા હતી અને આ રચનાનો ફાયદો ભાજપને થશે એમ સમજીને આ રચના કરવામાં આવી હતી. મહાવિકાસ આઘાડી સરકાર આવ્યા પછી એક પ્રભાગ/એક વોર્ડ રચનાના આધારે મહાપાલિકાની ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું. અધિનિયમમાં એ પ્રમાણેનો સુધારો પણ કર્યો.

ચૂંટણીઓ ક્યારે?
કોરોનાને કારણે ગયા વર્ષે મુદત પૂરી થયેલી નવી મુંબઈ, કોલ્હાપુર, કલ્યાણ-ડોંબીવલી, ઔરંગાબાદ અને વસઈ-વિરાર મહાપાલિકા સહિત લગભગ 100 નગરપાલિકાની ચૂંટણી હજી થઈ શકી નથી. આ વર્ષે મે મહિનામાં ચૂંટણી યોજવાનો ચૂંટણી પંચે પ્રયત્ન કર્યો પણ એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેરને લીધે ચૂંટણીઓ ઠેલાઈ.

કોરોનાનું સંક્રમણ ઓછું થાય તો દિવાળી પછી એટલે કે નવેમ્બરમાં 5 મહાપાલિકાઓ સહિત મુદત પૂરી થઈ છે એવી લગભગ 200 નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનો મહેચ્છા છે. એ પછી આગામી વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં મુંબઈ, થાણે, પુણે સહિત 10 મહાપાલિકાઓની ચૂંટણી યોજવાનું લક્ષ્ય છે.

અન્ય સમાચારો પણ છે...