તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મહાપાલિકાની શાળાઓ બની મુંબઈ પબ્લિક સ્કૂલ, મહાપાલિકાના શિક્ષણ વિભાગના 2021-22ના બજેટમાં મોટી ઘોષણા કરાઇ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહાપાલિકાના શિક્ષણ વિભાગના 2021-22ના વર્ષ માટેનું બજેટ શિક્ષણ સમિતિનાં અધ્યક્ષા સંધ્યા દોષીએ બુધવારે મહાપાલિકા સભાગૃહમાં રજૂ કર્યું. આ સમયે મુંબઈની શાળાઓ માટે મહત્ત્વની ઘોષણાઓ કરવામાં આવી છે. તેમાં મુંબઈની મહાપાલિકા શાળાનું નામ હવે બદલવામાં આવવાનું હોઈ મહાપાલિકાની શાળાઓને હવે મુંબઈ પબ્લિક સ્કૂલ તરીકે ઓળખવામાં આવશે.ઉપરાંત શાળાનું બોધચિહન પણ બદલવામાં આવશે. મહાપાલિકાની શાળાઓ વિશે જનતાના મનમાં હકારાત્મક દષ્ટિકોણ નિર્માણ થાય તે માટે નામ બદલી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું સંધ્યા દોષીએ જણાવ્યું હતું.

મુંબઈમાં પ્રાથમિક વિભાગની 963 અને માધ્યમિક વિભાગની 224 મહાપાલિકા શાળાઓને મૂળ નામ સાથે મુંબઈ પબ્લિક સ્કૂલ (એમપીએસ) તરીકે સંબોધવામાં આવશે. એમપીએસ માટે નવો લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓનું ભાષાનું કૌશલ્ય વિકસિત કરવા માટે 25 શાળાઓમાં જી ક્લાસ એપ્લિકેશન કરી અપાયું છે. આ માટે 51 શિક્ષક અને 210 વિદ્યાર્થીઓને ઓનલાઈન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી,

ખાસ કરીને આગામી વર્ષમાં મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 10 નવી સીબીએસઈ બોર્ડની સ્કૂલ શરૂ કરવામાં આવશે એવી પણ ઘોષણા કરવામાં આવી છે. આ જ રીતે 24 સ્કૂલમાં દસમા ધોરણ સુધી શિક્ષણ સુવિધા વધારવામાં આવશે. 2020-21માં ધોરણ 8ના 13,550 વિદ્યાર્થિનીઓને 5000 રકમની મુદતી થાપણ યોજના અંતર્ગત હાજરી પ્રોત્સાહન ભથ્થું ભારતીય ડાક વિભાગ દ્વારા પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હોઈ પ્રાથમિક, માધ્યમિક મળીને 5.34 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની માહિતી તેમણે આપી હતી.

24 માધ્યમિક શાળા શરૂ કરાશે
ઉચ્ચ પ્રાથમિક શાળા ભવિષ્યમાં 10મી સુધી વધારવામાં આવશે. ટૂંક સમયમાં જ 24 માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. બાલવાડી સશક્તિકરણ માટે સ્વયંસેવી સંસ્થાઓ સાથે કરાર કરાશે. 24 વિભાગ અનુસાર સંગીત એકેડેમી ઊભી કરવાના કામ માટે રૂ. 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ડિજિટલ ક્લાસરૂમની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોઈ પ્રાથમિક માટે રૂ. 23.58 કરોડ અને માધ્યમિક માટે રૂ. 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માર્ચ 2021 સુધી શાળા ઈમારતો, દુરસ્તી, પુન:બાંધણીનાં 43 મોટાં કામ અને આગામી વર્ષમાં 8 કામો હાથ ધરાશે.

શૈક્ષણિક બજેટના મહત્ત્વના મુદ્દા
મહાપાલિકા શાળાઓ શરૂ કરતી વખતે એસઓપી અનુસાર હેન્ડ સેનિટાઈઝર, થર્મોમીટર, હેન્ડવોશ, પલ્સ ઓક્સિમીટર, માસ્ક માટે રૂ. 15.90 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ અક્ષર કાર્યક્રમ અંતર્ગત 12 વિભાગના 500 શિક્ષક અને 3000 વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ અપાશે. 279 મરાઠી માધ્યમના બાલવાડી વર્ગમાં 6 મહિનાના સમયગાળા માટે રોકેટ લર્નિંગ અને આકાંક્ષ ફાઉન્ડેશન એનજીઓ મારફત પ્રશિક્ષણ પ્રકલ્પ અમલી બનાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો