કામગીરી:મહાપાલિકાની સ્કૂલોની ઈમારતો રિપેરિંગ કરાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપેરિંગ-મેઈનટેનન્સ પર 9 કરોડનો ખર્ચ થશે

મહાપાલિકાની તમામ સ્કૂલો મજબૂત થશે. સ્કૂલની ઈમારતોના બે વર્ષના રિપેરીંગ અને મેઈનટેનન્સ માટે મહાપાલિકા 9 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ખાસ વાત એટલે કોન્ટ્રેક્ટરે મહાપાલિકાએ અંદાજ કાઢેલા દર કરતા 18 થી 32 ટકા ઓછા દરથી કામ કરવાની તૈયારી દર્શાવી છે.

મહાપાલિકાના છ પરિમંડળ અનુસાર સ્કૂલોના મેઈનટેનન્સ અને રિપેરીંગના કામ માટે ટેંડર મગાવવામાં આવ્યા હતા. 2018ના દર અનુસાર મહાપાલિકાએ અંદાજ કાઢ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં દરેક વસ્તુના ભાવ વધ્યા છે છતાં કોન્ટ્રેક્ટરે મહાપાલિકાના 2018ના દર અનુસારના અંદાજ કરતા ઓછા દરથી ટેંડર ભરીને આ કામ કરવાની તૈયારી દર્શાવી છે.

મહાપાલિકાના સાત પરિમંડળમાં સ્કૂલોની કુલ 467 ઈમારત છે. એમાંથી છ પરિમંડળની સ્કૂલની ઈમારતોનું રિપેરીંગ થશે. આ તાત્કાલીક કામમાં સ્ટ્રકચરલ રિપેરીંગ, સ્કૂલોની ઈમારતમાં નાનું રિપેરીંગ, સુથારકામ, વીજ અને લાઈટ્સનું રિપેરીંગ, ચોમાસા પહેલાંના જરૂરી કામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...