તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીનો ઉપયોગ ક્યાં કર્યો:27 હોસ્પિટલને પાલિકાની નોટિસ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ રસીકરણ શિબિરમાં સીરમના પત્રને આધારે માહિતી માગી

બોગસ રસીકરણ શિબિરના મામલાની વ્યાપ્તિ વધી રહી છે. પોલીસની એસઆઈટી દ્વારા તપાસ સાથે મહાપાલિકા પણ આ પ્રકરણમાં તપાસ કરી રહી છે. આને કારણે રસીનો દુરુપયોગ કરનારા અને બોગસ રસી આપનારા ફરતે ભીંસ વધી છે.

રસી ગોટાળા પ્રકરણે કાંદિવલી હિરાનંદાની હેરિટેજ સોસાયટીના મેમ્બરોને આપવામાં આવેલા બોગસ પ્રમાણપત્ર પર નોંધ કરેલા રસીના બેચનો ઉપયોગ ક્યાં કર્યો તેની માહિતી મહાપાલિકા કઢાવી રહી છે અને તેના ભાગરૂપ 27 હોસ્પિટલોને નોટિસ આપી છે.

કાંદિવલીની સોસાયટીના મેમ્બરોને રસી આપ્યાના થોડા દિવસ પછી નાનાવટી, લાઈફ સાયન્સ અને ગોરેગાવ નેસ્કો હોસ્પિટલને નામે બોગસ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્રો પર રસીના ચાર બેચનો નંબર નોંધ કરવામાં આવ્યો હતો. આ બેચની રસી કઈ હોસ્પિટલોને આપવામાં આવી હતી તેની માહિતી મહાપાલિકાએ પુણેની રસી ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટને પત્ર લખીને માગી હતી. આ માહિતી ઈન્સ્ટિટ્યૂટે મહાપાલિકાને શનિવારે આપી છે.

એક બેચમાં 10 લાખ રસી હોય છે. આવા ચારેય બેચમાં સમાવિષ્ટ રસી કઈ કઈ હોસ્પિટલોને કંપનીએ પુરવઠો કરી હતી તેની માહિતી સીરમે મોકલી છે. તેમાં દેશભરની અનેક હોસ્પિટલોનો સમાવેશ થાય છે, પરંતુ મુંબઈની 27 ખાનગી હોસ્પિટલો પણ તેમાં સમાવિષ્ટ છે. આ ચાર બેચની રસીનો ઉપયોગ ક્યાં કર્યો તેની માહિતી મોકલવા માટે આ હોસ્પિટલોને ઈમેઈલ દ્વારા મહાપાલિકાએ પૂછ્યું છે.

આ માહિતીમાંથી રસીનો ચોક્કસ ક્યાં ઉપયોગ થયો હતો અને બોગસ પ્રમાણપત્ર કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા તે જાણવા મળશે, એમ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર વિશ્વાસ શંકરરાવે જણાવ્યું હતું.રસીકરણ માટે ઉપયોગ કરવામાં આવેલી રસી ક્યાંથી આવી, આ રસી નકલી હતી કે કેમ તેની માહિતી કઢાવવાનું મહત્ત્વપૂર્ણ બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...