તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય:કોરોના સાથે મલેરિયાને રોકવા માટે પાલિકાના પ્રયાસ

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકાની આરોગ્ય યંત્રણા તરફથી કોરોના સહિત મેલેરિયાના દર્દીઓ ન વધે એ માટે નિયોજન કરવામાં આવી રહ્યું છે. મે મહિનામાં મુંબઈમાં મેલેરિયાના 307 અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં 60 દર્દીઓની નોંધ થઈ છે. તેથી આરોગ્ય વિભાગે કોરોના સાથે ચોમાસાના રોગો માટે પ્રતિબંધનું નિયોજન કરતા મેલેરિયાના મચ્છરના ઉત્પતિ સ્થળો શોધી કાઢવા સાથે જ દર્દીઓની તરત નોંધ કરવાને અગ્રતા આપી છે.

મહાપાલિકાએ ચોમાસા માટે વિશેષ નિયંત્રણ કક્ષ ઊભો કર્યો છે. મુંબઈના તમામ વોર્ડમાં જુદા જુદા રોગોનું પ્રમાણ કેવું છે એની નિયમિત અને અપડેટેડ માહિતી આપવામાં આવશે. જે વોર્ડમાં ચોમાસાના રોગોનું પ્રમાણ વધુ હશે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીને એ વોર્ડમાં સર્વેક્ષણ, સારવાર અને સતત ધ્યાન એમ ત્રિસૂત્રી કામ કરવામાં આવશે.

પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડ, કમળો અને ગેસ્ટ્રોનો સમાવેશ થાય છે. દવાઓની વહેંચણી કરવી, દર્દીઓને શોધવા અને આરોગ્ય સર્વેક્ષણ કરવું, વોર્ડના આરોગ્ય કેન્દ્રમાં કેટલા દર્દીઓની નોંધ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...