સુપ્રીમ કોર્ટનો આદેશ:મહાપાલિકા- જિલ્લા પરિષદની ચૂંટણી બે અઠવાડિયામાં જાહેર કરવા આદેશ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓબીસી અનામત વિના ચૂંટણી થવાની શક્યતા છે

ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) મુદ્દા પરથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ રખડી પડી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકરણમાં અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશ બુધવારે આપવામાં આવ્યો છે. આ સંબંધે સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં રાજ્યની બાકી મહાપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ જાહેર કરવાનો આદેશ ચૂંટણી પંચને આપ્યો છે. આને કારણે હવે ઓબીસી અનામત વિના જ ચૂંટણી થવાની શક્યતા છે. જોકે ઓબીસી નેતાઓ હવે કેવું વલણ અપનાવે છે તેની પર પણ બધું આધાર રાખે છે. ઓબીસી નેતાઓ સહિત લગભગ બધા જ પક્ષો ઓબીસી અનામત વિના ચૂંટણી યોજવાની વિરુદ્ધ છે. આથી ઓબીસી અનામત વિના ચૂંટણી લેવા માટે વિરોધ થાય એવી પણ શક્યતા છે.

રાજ્યની 18 મહાપાલિકાઓની વોર્ડ રચનામાંગોટાળા પછી ઓબીસી અનામતને લીધે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ વિલંબમાં મુકાઈ છે. આ ચૂંટણીઓ બાબતે સત્તાધારી મહાવિકાસ આઘાડી સરકારને વિરોધીઓ દ્વારા બરોબરની ભીંસમાં લેવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં ઓબીસી અનામત મળે નહીં ત્યાં સુધી ચૂંટણી આગળ ઢકેલવા માટે રાજ્ય સરકારે નવા બિલ દ્વારા કાયદો મંજૂર કરીને રાજ્ય ચૂંટણી પંચના અધિકાર પોતાની પાસે લીધા છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તે અરજી પર 25 એપ્રિલના રોજ સુનાવણી થઈ હતી. આ સંબંધમાં અંતિમ ચુકાદો બુધવારે સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ ચુકાદામાં બે અઠવાડિયામાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

ઓબીસી અનામત મહત્ત્વનો મુદ્દો
રાજ્યની સત્તાધારી મહાવિકાસ આઘાડી સરકાર મરાઠા સમાજનું અનામત ટકાવી રાખવામાં સફળ રહી નથી. આ જ રીતે ઓબીસી અનામત બાબતે પણ રાજ્ય સરકાર પોતાની સ્પષ્ટ ભૂમિકા રજૂકરી શકી નહીં હોવાનો આરોપ વિરોધી પક્ષ ભાજપ વતી કરવામાં આવ્યો હતો. આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં મરાઠા અને ઓબીસી સમાજને બાંધી રાખવા માટે રાજ્ય સરકારે રાજ્ય ચૂંટણી પંચના અધિકારી પોતાની પાસે લઈને ચૂંટણી આગળ ધકેલી લીધી હતી. જોકે આજના સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 15 દિવસમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાનો હોવાનું સ્પષ્ટ થવાથી રાજ્ય સરકાર માટે આ મોટો આંચકો માનવામાં આવે છે.

અનામત વિના વોર્ડ રચના
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે રાજ્ય ચૂંટણી પંચે અનામત વિના વોર્ડ રચના જાહેર કરી હતી. અંતિમ વોર્ડ રચના દુરસ્તી સહિત પ્રસિદ્ધિનો સમય આવ્યો ત્યારે અચાનક રાજ્યસરકરે ઓબીસી અનામત નહીં હોવાથી વિધાનમંડળમાં બિલ કાયદા દ્વારા રાજ્ય ચૂંટણી પંચના અધિકાર પોતાની પાસે લઈ લીધા હતા. હવે ચોમાસુ સત્ર હોવાથી જૂન અથવા જુલાઈ મહિનામાં ચૂંટણી લેવાનું શક્ય નહીં હોવાની એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...