તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનજાગૃતિ:હવે રિનોવેશનનાં કામો માટે પાલિકાની મંજૂરી જરૂરી નથી

મુંબઈ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • એ બાબતે મહાપાલિકાએ જનજાગૃતિ શરૂ કરી

એપ્રિલ-મે, દિવાળીની રજાઓ શરૂ થતા જ અનેક જણમાં ઘર, ઈમારત કે વ્યવસાયિક કાર્યાલયોમાં રિપેરીંગ, રંગકામ વગેરે શરૂ કરે છે. આ સમયે કેટલાક વક્રદષ્ટાઓ મહાપાલિકાને ફરિયાદ કરવાનું શરૂ કરે છે. આવું બંધ થાય એ માટે મુંબઈ મહાપાલિકાએ નોખો તુક્કો લગાવ્યો છે.ઈમારત કે ઘરમાં રિપેરીંગ વગેરે કામો માટે મહાપાલિકાની પરવાનગી જરૂરી ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અના માટે મહાપાલિકાના પરિમંડળ-3 અંતર્ગત આવતા અંધેરી પૂર્વ, બાંદરા પૂર્વ અને પશ્ચિમ વોર્ડમાં જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે. આમ તો અધિકૃત ઠેકાણે રિપેરીંગ સહિત અન્ય કામો માટે કોઈ અડચણ હોતી નથી.

આ કામો માટે મહાપાલિકાની મંજૂરીની જરૂર હોતી નથી. આ માહિતી બધા લોકો સુધી પહોંચાડવા માટે મહાપાલિકાના પરિમંડળ-3 તરફથી પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. વિકાસ રૂપરેખા-2034માં પણ પરવાનગી લેવાની જરૂર ન હોવાનું મહાપાલિકાએ નોંધ્યું છે. પરિમંડળ-3માંના અંધેરી પૂર્વ, બાંદરા પૂર્વ અને બાંદરા પશ્ચિમમાં જનજાગૃતિનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં અહીંના મહાપાલિકા કાર્યાલયમાં માહિતી આપતું પાટિયું લગાડવામાં આવ્યું. એ પછી વોર્ડની ઈમારતો, સાર્વજનિક ઠેકાણે આવા પાટિયા લગાડવામાં આવશે એમ પરિમંડળ-3ના ઉપાયુક્ત પરાગ મસુરકરે સ્પષ્ટ કર્યું છે. ફક્ત રિપેરીંગ જ નહીં પણ ઈમારતોની અગાશીમાં સૌર ઊર્જાની પેનલો લગાડવામાં માટે પણ મહાપાલિકાની પરવાનગી લેવાની જરૂર નથી એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો