તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલને મ્હાડા તરફથી 100 ફ્લેટ્સ આપવામાં આવશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેન્સરના દર્દીઓના સગાસંબંધીઓના રહેવાની સગવડ થતા હાલાકી નહીં થાય

મ્હાડાએ પોતાના 100 ફ્લેટ્સ ટાટા કેન્સર હોસ્પિટલને આપવાનો નિર્ણય લીધો હતો. ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે આ બાબતે ઘોષણા કરી હતી. આ નિર્ણયને લીધે કેન્સરની સારવાર માટે સમગ્ર દેશથી ટાટા કેન્સર હોસ્પિટલમાં આવતા સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. આવ્હાડે ટાટા હોસ્પિટલના અધિકારીઓ અને મ્હાડાના અધિકારીઓ સાથે પત્રકાર પરિષદ આયોજિત કરી હતી. ટાટા હોસ્પિટલથી 5 મિનિટના અંતરે હાજી કાસમ ચાલ પરિસરમાં મ્હાડાના 100 ફ્લેટ્સ છે.

આ ફ્લેટ ટાટા હોસ્પિટલને આપવાની ઘોષણા આવ્હાડે પત્રકાર પરિષદમાં કરી હતી. ટાટા હોસ્પિટલને અત્યારે 100 ફ્લેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ફ્લેટની સંખ્યા 200 સુધી લઈ જવાનો સરકારનો વિચાર છે. આ નિર્ણય ફક્ત સાત દિવસમાં લેવામાં આવ્યો છે. એમાં કોઈ પણ રાજકીય હસ્તક્ષેપ નહીં થાય તેથી આ ફ્લેટની ચાવીઓ ટાટા હોસ્પિટલને આપ્યા પછી આગળની જવાબદારી ટાટા કેન્સર હોસ્પિટલની હશે એમ આવ્હાડે જણાવ્યું હતું. મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવતા કુલ દર્દીઓમાંથી 39 ટકા દર્દીઓ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી આવે છે.

61 ટકા દર્દીઓ દેશમાંથી આવે છે. ટાટા કેન્સર હોસ્પિટલ દર વર્ષે 80,000થી વધુ દર્દીઓની કેન્સરની સારવાર કરે છે. દરરોજ લગભગ 300 દર્દીઓની રહેવાની જરૂરિયાત ઊભી થાય છે. એમાંથી બધા દર્દીઓની રહેવાની સુવિધા અત્યારે કરી શકવાની સ્થિતિ નથી. હવે સરકારે 100 ફ્લેટ આપ્યા હોવાથી 1000 દર્દીઓની સગવડ કરી શકાશે.

મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાંથી હજારો સામાન્ય સ્થિતિના દર્દીઓ કેન્સરની સારવાર માટે ટાટા હોસ્પિટલ આવે છે. તેમના માટે આ છેલ્લું આશાનું કિરણ હોય છે. જો કે આ બધામાંથી અનેક દર્દીઓના સગાસંબંધીઓને મુંબઈમાં રહેવાની સગવડ કરવાનું પોષાતું ન હોવાથી રસ્તાઓ, ફૂટપાથો પર રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો