તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈમાં ૬૦ ટકા લોકો જે ગીચતાવાળી વસતિમાં રહે છે તે ઝૂપડપટ્ટીઓ અને ચાલીઓ કોરોના વાઈરસના સુષુપ્ત જ્વાળામુખી બની રહ્યા છે. ત્યાં મોટા પ્રમાણમાં ફેલાવાનો ડર વ્યક્ત થઈ રહ્યો છે. આ વસતિઓમાં વાઈરસનો ફેલાવો થશે તો પરિસ્થિતિ હાથની બહાર નીકળી જશે એવું જોખમ છે. વરલી કોળીવાડા, ધારાવી, નાગપાડા, જીજામાતા નગર પછી ચેંબુર, મુલુંડ, બોરીવલી, અંધેરી, માનખુર્દ જેવા ભાગોમાં બેઠી ચાલીઓ, ગીચ વસતિઓ અને ઝૂપડપટ્ટીઓમાં કોરોના વાઈરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. આ વસતિઓમાં મોટી લોકસંખ્યા સમક્ષ મહાપાલિકાની યંત્રણા ઘુંટણિયે પડી રહી છે. મુંબઈમાં અત્યારે ૨૦૮૩ ઈમારતો, કોલોનીઓ પ્રતિબંધિત એટલે કે સીલ કરવામાં આવી છે.
પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરવી મહાપાલિકાની પહોંચની બહાર
એમાંથી ૧૨૩૫ ગીચ વસતિમાં છે. ૬૯૩ પ્રતિબંધિત ક્ષેત્રો ઝૂપડપટ્ટીઓમાં છે. તેથી આ તમામ ઠેકાણે પહેલાં જ કોરોનાનો ફેલાવો થયો છે. કોરોનાના ભરડાવાળા મુલુંડમાં બે દિવસ ૫૫ દર્દીઓ વધ્યા. એમાંથ ૪૫ ઝૂપડપટ્ટીમાં રહે છે.માંડ માંડ એક માણસ પસાર થઈ શકે એટલી સાંકડી ગલ્લીઓ, ઉઘાડી ગટરો, અસ્વચ્છતા, તદ્દન નાના ઘરમાં રહેતા આઠદસ જણ, ઉપરના માળિયે ભાડેથી રહેતા લોકો જેવું ચિત્ર દરેક ઝૂપડપટ્ટીમાં છે. આ ઝૂપડપટ્ટીઓમાં કોરોનાનું સંક્રમણ રોકવા પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરવી મહાપાલિકાની પહોંચની બહાર છે.
તપાસણીની સામગ્રી અને મનુષ્યબળનો અભાવ
વડાલા સંગમનગર, એન્ટોપ હિલ પરિસર, બાન્દરા બહેરામપાડા, મલાડ માલવણી, કુરાર ગાવ, દેવનાર જેવા ઠેકાણે ઓછીવત્તી સંખ્યામાં કોરોનાના દર્દીઓ મળી રહ્યા છે. પહેલાં જ વર્સોવા કોળીવાડા, સાયન કોળીવાડા, માહીમ કોળીવાડા જેવા ભાગોમાં દર્દી અને શંકાસ્પદ દર્દીઓને સેવા આપતા મહાપાલિકાની યંત્રણા ઓછી પડી રહી છે. દહિસરમાં શિવટેકડી, હનુમાન ટેકડી, સંભાજીનગર, ગણેશનગર, પાંડે નગર જેવા ગીચ લોકવસતિના ભાગ છે. ત્યાં પૂરતા પ્રમાણમાં તપાસણીઓ પણ થતી નથી. કેટલાક દિવસો પહેલાં અહીં કામ કરતી એક આરોગ્ય સેવિકાને સંક્રમણ થયું. આ ભાગમાં દર્દીઓની સંખ્યા ઓછી છે છતાં અહીં વધુમાં વધુ રહેવાસીઓની ટેસ્ટ કરવી જરૂરી છે. પણ તપાસણીની સામગ્રી અને મનુષ્યબળનો અભાવ છે.
અતિશય ગંદા આ ભાગ સંપૂર્ણપણે દુર્લક્ષિત
પી-નોર્થ અને કે-ઈસ્ટ વોર્ડમાં ગંભીર સ્થિતિ:મલાડ માલવણીમાં અત્યાર સુધી કોરોનાનું સંક્રમણ રોકવામાં મહાપાલિકાને સફળતા મળી હતી. જોકે હવે ત્યાં પણ દર્દીઓ વધી રહ્યા છે. પી-નોર્થ વોર્ડમાં કુરાર ગાવ, ક્રાંતી નગર, હનુમાન નગર, જયભીમ નગર જેવા પડકારજનક ભાગ છે. આ ભાગો સીલ કરવા, તેમને જીવનાવશ્યક વસ્તુઓ પૂરી પાડવી સહેલું નથી. સ્વયંસેવી સંસ્થાઓની મદદથી, નગરસેવકોની મદદથી અમે આ કામ કરી રહ્યા છીએ એમ મહાપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. અંધેરી, જોગેશ્વરીનો મોટા ભાગવાળા મહાપાલિકાના કે-ઈસ્ટ વોર્ડમાં જોગેશ્વરીને લાગીને જ અંધેરી પ્લોટ, કોલાબા પ્લોટ, બાન્દરા પ્લોટ જેવા નામ પણ ન સાંભળ્યા હોય એવા ભાગ છે. અતિશય ગંદા આ ભાગ સંપૂર્ણપણે દુર્લક્ષિત છે.
પોલીસોના પેટ્રોલિંગથી થોડી ધાક બેસી શકે
આ ઠેકાણે નગરસેવક પદ ખાલી હોવાને લીધે આરોગ્ય યંત્રણાઓ પહોંચી શકતી નથી એવો મત વ્યક્ત કરવામાં આવે છે. સાર્વજનિક શૌચાલયો જોખમકારક: સાર્વજનિક શૌચાલયો કોરોનાના ફેલાવા માટે કારણભૂત થઈ શકે છે. પણ એના માટે મહાપાલિકા પાસે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આઈઝોલેશન માટે અત્યારે જ કેન્દ્રો ઓછા પડી રહ્યા છે. નાના ઓરડાઓમાં સંકડાશમાં આખો દિવસ બેઠા રહેવું શક્ય ન હોવાથી લોકો ઘરની બહાર નીકળીને રખડે છે. તેથી એકાદબે પોલીસ, ડ્રોનથી નજર, પોલીસોના પેટ્રોલિંગથી થોડી ધાક બેસી શકે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.