ભાસ્કર વિશેષ:મુંબઈના જળાશયોને જૂનો વૈભવ પાછો મળશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળાશયોમાં પ્રવેશું ગંદુ પાણી અટકાવીને સ્વચ્છતા કરવામાં આવશે

મુંબઈના જળાશયોને ટૂંક સમયમાં જૂનો વૈભવ પાછો મળશે. આ જળાશયોમાં મિશ્રિત થતું ગંદુ દૂષિત પાણી રોકીને સ્વચ્છતા કરવાનો નિર્ણય મહાપાલિકા પ્રશાસને લીધો છે. આ ઉપક્રમમાં શરૂઆતમાં સાયન જળાશય, કુર્લા ખાતેનું શીતલ જળાશય, ચારકોપ ખાતેનું ડિગેશ્વર જળાશય એમ કુલ ત્રણ જળાશયોમાં આવતું ગંદુ પાણી અને વરસાદ સિવાયના પાણીનો પ્રવાહ રોકવા માટે મહાપાલિકાએ સલાહકારની નિયુક્તી કરવાનો નિર્ણય લીધો છે. એના માટે રૂ. 99,99,999નો ખર્ચ કરવામાં આવશે. આ બાબતનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં નળનું પાણી પહોંચવા પહેલાં મુંબઈગરાઓની તરસ છીપાવવાનું કામ આ જળાશયોના માધ્યમથી થતું હતું. જોકે એમાંથી અનેક જળાશય પર સમય જતા દુર્લક્ષ થયું છે. કેટલાક જળાશય નામશેષ થઈ ગયા છે. અનેક જળાશયોમાં કચરા સાથે ગંદુ પાણી છોડવામાં આવે છે. તેથી આ જળાશયોનો જૂનો વૈભવ પાછો લાવવાનો નિર્ણય મહાપાલિકા પ્રશાસને લીધો છે. એના માટે મહાપાલિકા સલાહકારની નિમણુક કરશે. આ સલાહકાર ગંદુ પાણી અટકાવવાનો વિચાર સૂચવવા સાથે પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવા જેવા કામ કરશે. એના માટે એક વર્ષનો સમય લાગશે.

દરમિયાન હરિત લવાદે મુંબઈમાં કુદરતી જળસ્ત્રોતમાં આવતા ગંદા પાણીના મુદ્દા પરથી મહાપાલિકાની ટીકા કરી હતી. ઉપાયયોજના થતી નથી ત્યાં સુધી મહાપાલિકાને દરરોજ રૂ. 20 લાખ દંડ કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ 100 ટકા ગંદા પાણી પર પ્રક્રિયા થાય એવી રૂપરેખા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

એક સમયે મુંબઈમાં 129 જળાશયો હતા
મુંબઈમાં એક સમયે 129 જળાશય હોવાની નોંધ છે. થોડા વર્ષ પહેલાં માહિતી અધિકાર કાયદા અંતર્ગત આ માહિતી પ્રકાશમાં આવી હતી. હવે 50 થી 60 જળાશયો રહ્યા છે. જોકે મિલ બંધ થવાથી આ જળાશયો પણ નામશેષ થયા છે. હવે મુંબઈમાં કેટલા જળાશયો છે એની માહિતી ઉપલબ્ધ નથી. બ્રિટિશકાળથી જળાશયો બુઝાવવાની શરૂઆત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...