તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Mumbai's Ransom Hawker Assets Worth Rs 10 Crore Probed After Arrest Of Assamese, Santosh Kumar Singh

કાર્યવાહી:મુંબઈનો ખંડણીખોર ફેરિયો 10 કરોડની સંપતિનો આસામી, સંતોષકુમાર સિંહની ધરપકડ બાદ ઊંડાણથી તપાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ફેરિયો ખંડણી વસૂલી કરે છે એવી ફરિયાદ પરથી રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા સંતોષકુમાર સિંહ ઉર્ફે બબલુ ઠાકુર (43)ને ઝડપી લીધો ત્યારે તે રૂ. 10 કરોડથી વધુનો આસામી હોવાનું બહાર આવ્યું છે. બબલુ સીએસએમટીથી કલ્યાણ સુધી રેલવે સ્ટેશન પરના ફેરિયાઓ પાસે હપ્તો વસૂલ કરતો હતો. પોલીસે તેની પત્ની સહિત કુલ આઠ જણની ધરપકડ કરી છે. બબલુ મુંબઈ, નવી મુંબઈ અને ઉત્તર પ્રદેશના તેના વતન સુલતાનપુરમાં કરોડોની મિલકત ધરાવે છે. એકલા મુંબઈમાં તેની 10 મિલકતો મળી આવી છે.

દાદર, પરેલ, કલ્યાણ, તુર્ભે અને સુલતાનપુરમાં પાંચ એકર જમીન તેના અને તેની પત્નીને નામે હોવાનું જણાયું. તેની પાસે રૂ. 10 કરોડથી વધુની મિલકતો હોવાનું મળી આવ્યું છે. ક્રેડિટ સોસાયટીઓ, નેશનલાઈઝ્ડ બેન્કોમાંતેનાં 30થી વધુ બચત ખાતાં મળી આવ્યાં છે. માલમતા લોન પર લીધી છે એવું બતાવવા માટે બેન્કો પાસેથી લોન લઈ રાખતો હતો. તેનાં બચત ખાતાંઓમાં રૂ. 12 લાખ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. ઉપરાંત મુંબઈની અનેક ચાલીઓનું રિડેવલપમેન્ટ થવા પર ફાયદો થશે એમ વિચારીને ઘણી બધી જગ્યાઓ લઈ રાખી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.2005માં તે મુંબઈ આવ્યો હતો.

દાદર સ્ટેશન પર શરૂઆતમાં શેવિંગ બ્લેડ્સ વેચતો હતો. આ પછી તેણે ગેન્ગ બનાવી અને ફેરિયાઓ પાસેથી હપ્તા વસૂલી શરૂ કરી. એક ફેરિયા પાસેથી તેના ધંધા પ્રમાણે તે રૂ. 500થી રૂ. 5000 વસૂલ કરતો હતો. 2010 પછી તો તે અને તેનો પરિવાર વતનમાં આવવાજવાનું હોય તો વિમાનમાં જ પ્રવાસ કરતા હતા.બબલુ સામે 25 ગંભીર ગુના દાખલ છે. જોકે ગુનામાં ધરપકડ બાદ જામીન મળતાં તે પાછો બહાર આવીને ગુના આચરવા લાગતો હતો. આથી આ વખતે અમે તેની મકોકા હેઠળ ધરપકડ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...