મની લોન્ડરિંગ પ્રકરણ:મલિકની 147 એકર જમીન સહિત મુંબઈની સંપત્તિને ટાંચમાં લેવાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાવિકાસ આઘાડી માટે આ વધુ એક આંચકો માનવામાં આવે છે

મની લોન્ડરિંગ પ્રકરણમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંત્રી નવાબ મલિક પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ફરી એક વાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વખતે મલિકની આઠ મિલકતો પર ટાંચ મારવામાં આવી છે. તેમાં મલિકના કુર્લામાં ગોવાવાવા કમ્પાઉન્ડ ખાતેની માલમતા, ઉસ્માનાબાદમાં 147 એકર જમીન, મુંબઈમાં ત્રણ ફ્લેટ અને તેમનાં બે મુકામનાં ઘરનો સમાવેશ થાય છે.

ફેબ્રુઆરીમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમની સતત પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન ઈડીએ ઘણી બધી માહિતી ભેગી કરી હતી, જે પછી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મલિક સાથે મહાવિકાસ આઘાડી માટે પણ આ વધુ એક મોટો આંચકો માનવામાં આવે છે. છેલ્લા થોડા દિવસોમાં ઈડીએ મુખ્ય મંત્રીના સાળા શ્રીધર પાટણકર, પ્રતાપ સરનાઈક, પ્રાજક્ત તાનપુરે અને સંજય રાઉતની કરોડોની સંપત્તિઓ પર ટાંચ મારી છે. ઈન્કમટેક્સ વિભાગે મહાપાલિકાની સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ યશવંત જાધવની માલમતાને ટાંચ મારી છે.

મલિકે હમણાં સુધી જમીન મેળવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. ઈડીએ કરેલી કાર્યવાહી ગેરકાયદે હોવાનો દાવો કર્યો હતો. આ સામે કોર્ટમાં પણ અરજી કરી છે, જેની પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. મલિકે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને રોક્યા છે.

આ પ્રકરણ શું છે
મહારાષ્ટ્ર સરકારમાં અલ્પસંખ્યાક વિકાસ મંત્રી મલિકની 23 ફેબ્રુઆરીએ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ દાખલ ગુનામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણ જમીન સોદા સાથે સંબંધિત હોઈ ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગનો આરોપ મલિક પર કરવામાં આવ્યો છે. મલિકે આ બધા આરોપ નકારી કાઢ્યા છે.

રૂ. 11.70 કરોડની સંપત્તિ ઈડી દ્વારા જપ્ત
દરમિયાન મલિકની લગભગ રૂ. 11.70 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. મલિકની સોરિડોસ નામે કંપની છે. મલિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી પૈસા આપવામાં આવ્યા હતા. ઈડીએ તપાસ કરતાં સંબંધિત સંપત્તિ અને નાણાંનો સંબંધ દાઉદ સાથે સંબંધિત વ્યક્તિ સાથે હોવાનું બહાર આવ્યું હતું. ત્યાંથી બધાં નાણાં આવ્યાં હોઈ તેમાંથી આ સંપત્તિ લીધી હોવાનો દાવો અને આરોપ ઈડીએ કર્યો છે. મરિયમ ગોવાવાલા નામે મહિનાની સંપત્તિ હડક કરવાનો આરોપ છે.

આ માલમતાને ટાંચ મરાઈ
મલિકીની કુર્લાના ગોવાવાલા કમ્પાઉન્ડની મિલકત, કુર્લા પશ્ચિમમાં કમર્શિયલ જગ્યા, ઉસ્માનાબાદમાં 148 એકર જમીન, કુર્લા પશ્ચિમમાં ત્રણ ફ્લેટ, બાંદરા પશ્ચિમમાં તેમનાં બે રહેણાક ઘરને ટાંચ મારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...