તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મુંબઈનો ઓક્સિજનનો ક્વોટા થાણે, નવી મુંબઈમાં ફેરવાયો

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કમિશનરની બે કંપનીના રિફિલિંગ એકમોમાં અધિકારીઓ ગોઠવવા માગ

મુંબઈમાં ઓક્સિજનનો ક્વોટા થાણે, નવી મુંબઈમાં ફેરવવામાં આવતાં વિવાદ સર્જાયો છે. મુંબઈ મહાપાલિકાના એડિશનલ કમિશનર પી વેલરાસુએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં જીવનદાયી ગેસનો પુરવઠો આસાનીથી થાય અને તેની પર દેખરેખ રાખવા માટે નવી મુંબઈની બે કંપનીઓના ગેસ રિફિલિંગ એકમો ખાતે સ્થાનિક વહીવટી અધિકારીઓ ગોઠવવાની માગણી કરી છે.

તાજેતરમાં મુંબઈનો લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) ક્વોટા નવી મુંબઈમાં પણ ઉચ્ચ માગણીને લઈને ત્યાં ફેરવી નાખવામાં આવ્યો હતો, જેને કારણે મુંબઈની અમુક હોસ્પિટલોમાં ઓક્સિજનની તીવ્ર ખેંચ વર્તાઈ હતી, એવો દાવો મુંબઈ મહાપાલિકાએ કર્યો છે.

આથી વેલરાસુએ કોંકણ ડિવિઝનલ કમિશનર અણ્ણાસાહેબ મિસાળને પત્ર લખીને ઓક્સિજન અન્યત્ર ફેરવવાને કારણે મુંબઈમાં તીવ્ર અછત સર્જાઈ છે અને અમુક હોસ્પિટલોમાં તો દર્દીઓને અન્ય તબીબી કેન્દ્રોમાં ખસેડવાની નોબત આવી હતી એમ જણાવ્યું છે. કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની માગણી વધી હોવાથી સરકાર દ્વારા મુંબઈ, થાણે, નવી મુંબઈ અને એમએમઆરના અન્ય વિસ્તારો માટે અમુક ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

આ સર્વ વિસ્તારોમાં બે કંપની દ્વારા ઓક્સિજન પુરવઠો કરવામાં આવે છે. આનો લાભ લેતાં મુંબઈનો ક્વોટા નવી મુંબઈ અને થાણેમાં વાળવામાં આવ્યો છે. વેલરાસુ દ્વારા એફડીએ કમિશનરને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. મુંબઈનો કમસેકમ 50 ટકા ક્વોટા ઓછી કરી દેવામાં આવ્યો છે, એમ પણ વેલરાસુએ ધ્યાન દોરતાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો