તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડની અસર:ભંડોળને અભાવે મુંબઈની હયાત રીજન્સી હોટેલ બંધ કરી દેવાઈ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડની અસરથી બંધ કરવાની ફરજ પડેલી પ્રથમ આલીશાન હોટેલ

મુંબઈમાં એરપોર્ટ નજીક આવેલી હયાત રીજન્સી હોટેલની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે અને આ મિલકત હવે આગામી સૂચના સુધી બંધ રહેશે. કોવિડની અસરથી બંધ કરવાની ફરજ પડેલી આ પ્રથમ આલીશાન હોટેલ છે. વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની હયાત હોટેલ્સ કોર્પોરેશને કામગીરી મોકૂફ રાખી છે.

હયાતના ભારતના વાઈસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ સંજય શર્માએ જણાવ્યું કે હયાત રીજન્સી, મુંબઈની માલિક એશિયન હોટેલ્સ (વેસ્ટ) લિ. પાસેથી કોઈ ભંડોળ આવતું નહીં હોવાથી હોટેલની કામગીરી ચાલુ રાખવાનું મુશ્કેલ બન્યું હતું. આથી હયાત રીજન્સી, મુંબઈ માટેની બધી કામગીરી હંગામી ધોરણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જોકે શર્માએ ભંડોળ ક્યારે આવી શકે તેની કોઈ પણ વિગતો આપી નહોતી. હયાત બુકિંગ ચેનલો થકી ભાવિ રિઝર્વેશન હંગામી ધોરણે ઉપલબ્ધ નહીં થાય. હયાતમાં અમારા મહેમાનો અને સાથીઓ ટોચની અગ્રતા છે અને અમે આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે હોટેલના માલિકો સાથે નિકટતાથી કામ કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન 401 રૂમની આ હોટેલના જનરલ મેનેજરે 7 જૂને જણાવ્યું હતુંકે કર્મચારીઓના પગાર ચૂકવવા અથવા કામગીરીને આધાર આપવા માટે ભંડોળ મળ્યું નથી. દેશભરમાં છેલ્લા એક વર્ષમાં અનેક હોટેલ મિલકતોએ કામગીરી હંગામી અથવા કાયમી ધોરણે બંધ કરી દીધી છે ત્યારે પહેલી વાર દેશની આર્થિક રાજધાનીના હાર્દમાં આવેલી ફાઈવ- સ્ટાર મિલકતને બંધ કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...