તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સરકાર પરવાનગી આપશે તો જ દહીહંડી ફોડવાનો મુંબઈના ગોવિંદાઓનો નિર્ધાર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનવ પિરામીડ રચીને કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકવા સમજદારીની ભૂમિકા

કોરોના હજી સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. તેથી નાહક દહીહંડીમાં માનવ પિરામીડ રચીને ત્રીજી લહેરનું જોખમ શા માટે લેવું એવી સમજદારી મુંબઈના ગોવિંદાઓએ દેખાડી છે. આગામી થોડા દિવસ પછી કોરોનાની પરિસ્થિતિ જોઈને સરકાર પરવાનગી આપશે તો જ નિયમ-ધોરણોનું પાલન કરીને દહીહંડી ફોડશું. અન્યથા ઉત્સવ નહીં પણ પ્રથા તરીકે દહીહંડી ઉજવશું એવી ભૂમિકા ગોવિંદા જૂથોએ લીધી છે.

કોરોનાની મહામારીના લીધે ગયા વર્ષે અનેક નાનામોટા મંડળોએ દહીહંડી ઉત્સવ રદ કર્યો હતો. એ પછી વર્ષભર કોરોનાનો ફેલાવો રહ્યો હોવાથી ગોવિંદાઓએ આ વર્ષે પણ સરકાર પાસે પરવાનગી માટે જીદ ન કરવાની ભૂમિકા લીધી છે. કોરોનાની બીજી લહેર ઓસરી હોવાથી કેટલાક પ્રતિબંધો હળવા થયા છે. છતાં સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા ગોવિંદાઓએ આ વર્ષે હિંદુ ધર્મની પ્રથા તરીકે દહીહંડી ઉજવવાનો નિર્ણય કર્યો છે. બીજા તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પાળી શકાય છે. પણ દહીહંડીમાં માનવ પિરામીડ રચવા માટે ગોવિંદાઓએ એકબીજાને પકડીને હાથમાં હાથ ઘાલીને ઊભા રહેવું પડે છે.

આ પાર્શ્વભૂમિ પર કોરોનાનું સંકટ રોકવા માટે ગોવિંદાઓ પૂર્ણપણે સરકારના નિયમ-ધોરણ અનુસાર વર્તશે. સરકાર કેટલાક થર માટે પરવાનગી આપશે તો જ દહીહંડી ફોડશું નહીં જે વર્ષોથી જે ઠેકાણે દહીહંડી ફોડીયે છીએ એ જ ઠેકાણે ગણતરીના ગોવિંદાઓ લઈને ફક્ત પ્રથા તરીકે નારિયેળ ફોડશું એમ ગોવિંદા જૂથોએ સ્પષ્ટ કર્યું છે.

રક્તદાન, રસીકરણ માટે ગોવિંદાઓ સક્રિય
કોરોનાના સમયમાં ઉત્સવ ઉજવવા કરતા વધુમાં વધુ મદદ કેવી રીતે કરી શકાય એના પર ગોવિંદાઓના જૂથે ધ્યાન આપ્યું છે. સરકાર તરફથી દહીહંડી માટે પરવાનગી નહીં મળે તો એ દિવસે ગોવિંદાઓ પોતાની તાકાત કોરોના વિરુદ્ધ લડવા માટે વાપરશે. ઠેકઠેકાણે રક્તદાન શિબિરો આયોજિત કરશે. તેમ જ કોરોના રસીકરણ ઝુંબેશમાં સરકારને શક્ય તેટલી મદદ કરવાનું ગોવિંદાઓએ નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...