ભાસ્કર વિશેષ:બાન્દરાના બેન્ડ સ્ટેન્ડ ખાતે મહાપાલિકા ઉદ્યાનમાં મુંબઈનું પ્રથમ ટ્રી હાઉસ બનશે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રી હાઉસમા કુદરતી આવાસનો અનુભવ માણી શકાશે

બાન્દરાના બેન્ડ સ્ટેન્ડ ખાતે મહાપાલિકાના ઉદ્યાનમાં મુંબઈનું પ્રથમ ટ્રી હાઉસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેની સંકલ્પનાથી જિલ્લા નિયોજન ભંડોળમાંથી એક કરોડ રૂપિયાના ખર્ચે આ ઉપક્રમ થઈ રહ્યો છે. આ ટ્રીના કારણે પર્યટકો, મુંબઈગરા અને બાળકો માટે એક આકર્ષણનો ઉમેરો થયો છે.

મુંબઈને સ્વચ્છ, સુંદર તથા પર્યટનની દષ્ટિએ આકર્ષક બનાવવા માટેના આ ઉપક્રમમાં બાન્દરા ખાતેના બેન્ડ સ્ટેન્ડ નજીકના ઉદ્યાનમાં ટ્રી હાઉસ ઊભું કરવામાં આવી રહ્યાની માહિતી સહાયક આયુક્ત કિરણ દિઘાવકરે આપી હતી. આ ટ્રી હાઉસના કારણે મુંબઈના પર્યટનમાં અને સૌંદર્યમાં ઉમેરો થશે.

આ ટ્રી હાઉસ સંપૂર્ણપણે લાકડામાંથી બનાવવામાં આવશે. એમાં જવા માટે સીડી મૂકવામાં આવશે. ઉપરાંત બીજા ઝાડ પરથી પણ ટ્રી હાઉસમાં જવા માટે વ્યવસ્થા હશે. આ ટ્રી હાઉસ લગભગ 500 સ્કવેર મીટર જગ્યામાં હશે. આ ઠેકાણે બાળકો, પર્યટકો, મુંબઈગરાઓ જઈને કુદરતી સૌંદર્ય માણી શકશે, ફોટો-સેલ્ફી લઈ શકશે. ત્યાં કુદરતી આવાસનો અનુભવ કરી શકશે. આ કામ છ મહિનામાં પૂરું કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...