પ્રવાસીઓને હંગામી નિવાસ માટે પોડ હોટેલ ઊભી કરવાની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી. જોકે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ, કોરોના કાળમાં ઠપ થયેલાં કામોને લીધે પોડ હોટેલ ઊભી કરવામાં મુશ્કેલીઓ આવતી હતી. હવે ફરીથી કામની શરૂઆત થઈ છે. સપ્ટેમ્બર આખરમાં મુંબઈ સેન્ટ્રલ ખાતે દેશની પ્રથમ પોડ હોટેલ ઊભી કરાશે.
આઈઆરસીટીસી વતી પોડ હોટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લાંબા અંતરની ટ્રેનોમાંથી પ્રવાસ કર્યા પછી અથવા ઉપનગરીય રેલવે પ્રવાસ કરનારાને હંગામી નિવાસની સુવિધા અહીં મળશે. ઓછા ખર્ચમાં અને ઓછી જગ્યામાં આધુનિક ડિઝાઈનની પોડ પોટેલ બનાવવામાં આવી રહી છે. હાલમાં આ પોડ હોટેલનાં ટેક્નિકલ કામો, બાંધકામો ચાલુ છે.
આ રૂમમાં અનેક જીવનાવષ્યક જરૂરતો સાથે આધુનિક ટેકનોલોજી સુવિધા મળશે. આ રૂમમાં પ્રવાસીઓ કમસેકમ 12 કલાક આરામ કરી શકસે. આઈઆરસીટીસી તરફથી આવા 30 પોડ (રૂમ) ઊભા કરવામાં આવશે. આ કામ માટે અંદાજે રૂ. 1.80 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.
જાપાનમાં સૌપ્રથમ સંકલ્પના રજૂ કરાઈ
પોડની સૌપ્રથમ સંકલ્પના જાપાન દેશમાં રજૂ કરવામાં આવી હતી. જાપાન ખાતે પ્રવાસીઓને, કર્મચારીઓ માટે સૂવા, આરામ કરવા જગ્યા મળે તે માટે પોડની નિર્મિતી કરવામાં આવી. પોડ હોટેલમાં વાયફાય, યુએસબી પોર્ટ, ટીવી, એરકંડિશન યંત્રણા હશે. હવાઉજાશવાળી જગ્યા, ડિઝાઈન ધરાવતી નકશીઓ, સરકતા દરવાજા, સ્મોક ડિટેક્ટર જેવી સુવિધા હશે, એમ આઈઆરટીસીના પશ્ચિમ ક્ષેત્રના જનસંપર્ક અધિકારી પિનાકિન મોરાવાલાએ જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.