તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુંબઈની 762 હોસ્પિટલોનું અગ્નિસુરક્ષા પર દુર્લક્ષ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નોટિસ પછી 120 દિવસમાં વ્યવસ્થા કરવી પડશે

મુંબઈના 762 હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં અગ્નિપ્રતિબંધક ઉપાયયોજના કરી ન હોવાનું જણાયું છે. ભંડારા જિલ્લામાં શિશુ કેર સેંટરમાં જાન્યુઆરીમાં લાગેલી આગની ઘટના પછી મુંબઈની હબોસ્પિટલોની અગ્નિસુરક્ષા બાબતે તપાસ કરવામાં આવી હતી. એમાં આ ગંભીર હકીકત પ્રકાશમાં આવી છે. અગ્નિસુરક્ષા ન હોય એવા 219 ખાનગી નર્સિંગ હોમ અને હોસ્પિટલોને નોટિસ બજાવવામાં આવી હતી. આ હોસ્પિટલોએ 120 દિવસમાં અગ્નિસુરક્ષાની વ્યવસ્થા કરવી પડશે.

ભાંડુપ ખાતેના ડ્રીમ્સ મોલમાં લાગેલી આગમાં કોરોના હોસ્પિટલ ખાખ થઈ ગઈ. મોલમાં હોસ્પિટલ જેવું દુર્લભ ઉદાહરણ આ નિમિત્તે પ્રકાશમાં આવ્યું છે. જો કે આ દુર્ઘટનાને લીધે મોલની અગ્નિસુરક્ષા ચર્ચામાં આવી છે. તેમ જ હોસ્પિટલોમાં અગ્નિપ્રતિબંધાત્મક ઉપાયયોજના પણ સપાટી પર આવી છે. ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શિશુ કેર સેંટરમાં 9 જાન્યુઆરીના લાગેલી આગમાં 10 શિશુઓના મૃત્યુ થયા હતા.

તેથી 11 જાન્યુઆરી પછી મહાપાલિકાના અગ્નિશમન દળ તરફથી મુંબઈના 1109 ખાનગી નર્સિંગ હોમ અને હોસ્પિટલોની અગ્નિસુરક્ષા તપાસ કરવામાં આવી હતી. એમાં 713 ખાનગી હોસ્પિટલોમાં અગ્નિસુરક્ષા વિશેના ધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી એમ જણાયું હતું. મહાપાલિકાના 46 અને 3 સરકારી હોસ્પિટલોમાં આવી યંત્રણા ન હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો