મહાપાલિકાનું સર્વેક્ષણ:મુંબઈની 485 ઈમારતો અતિજોખમી, સૌથી વધુ ઘાટકોપરમાં

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

મુંબઈમાં અત્યારે 485 ઈમારતો અતિ જોખમકારક છે. માર્ચ મહિનામાં મહાપાલિકાએ સર્વેક્ષણ કર્યું ત્યારે અતિ જોખમકારક ઈમારતોની યાદી તૈયાર કરવામાં આવી હતી. એમાંથી કેટલીક ઈમારતો તોડી પાડવામાં આવી છે. અત્યારે ઊભી છે એવી અતિ જોખમકારક ઈમારતોમાંથી 52 ઈમારતો મહાપાલિકાની માલિકીની છે. સૌથી વધુ જોખમકારક ઈમારતો ઘાટકોપરમાં છે. દર વર્ષે ચોમાસાના ટાંકણે મહાપાલિકા તરફથી મુંબઈની અત્યંત જોખમકારક ઈમારતોની યાદી તૈયાર કરવામાં આવે છે. શહેર અને ઉપનગરોની તમામ ખાનગી અને મહાપાલિકાની માલિકીની ઈમારતોનું સર્વેક્ષણ કરવામાં આવે છે.

એમાં જે ઈમારતો તત્કાળ તોડી પાડવી જરૂરી છે એવી ઈમારતો સી-1 પ્રકારમાં એટલે કે અતિજોખમકારક તરીકે ગણવામાં આવે છે. આવી અતિ જોખમકારક 485 ઈમારતોની યાદી મહાપાલિકાએ જાહેર કરી હતા. ત્રણ વર્ષ પહેલાં મુંબઈમાં 619 ઈમારતો અતિ જોખમકારક મળી આવી હતી. એ પછી દર વર્ષે આ સંખ્યા ઓછી થવા લાગી. ગયા વર્ષે 443 જોખમકારક ઈમારતો હતી. જોખમકારક ઈમારતોમાંથી કેટલીક ઈમારતો તોડી પાડવામાં આવી હતી. કેટલીક ઈમારતો ખાલી કરાવવામાં આવી હતી. કેટલીક ઈમારતો પરની કાર્યવાહીને કોર્ટે સ્ટે આપ્યો છે. તેથી અનેક ઈમારતોના નામ કેટલાય વર્ષોથી યાદીમાં યથાવત છે.

એમાં પંજાબ કોલોનીમાં 25 ઈમારતનો સમાવેશ છે. મહાપાલિકાના ધોરણ અનુસાર 30 વર્ષ જૂની ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવામાં આવે છે. એમાં જે ઈમારતો જોખમકારક જણાય એવી ઈમારતોમાં ઘર ખાલી કરવાની નોટિસ બજાવવામાં આવે છે. એ અનુસાર આ વર્ષે પણ નોટિસ બજાવવામાં આવી છે.s

અન્ય સમાચારો પણ છે...