કાર્યવાહી:મુંબઈગરા હેલ્મેટ બાબતે ગંભીર નથીઃ 5.65 લાખ ગુના દાખલ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાણે, મીરા ભાયંદર, વસઈ- વિરારનો તે પછી નંબર આવે છે

હેલ્મેટ વાપરવા બાબતે જનજાગૃતિ, ફરજિયાત જેવી જુદી જુદી ઉપાયયોજનાઓ છતાં હેલ્મેટના ઉપયોગ બાબતે વાહનચાલકો ગંભીર ન હોવાનું દેખાય છે. મુંબઈ મહાનગરમાં છેલ્લા પાંચ મહિનામાં હેલ્મેટ પહેરી ન હોવાના 5,65,561 ગુનાની નોંધ થઈ છે. હેલ્મેટ ન પહેરવા બાબતે મુંબઈગરાઓ અગ્રેસર છે. સૌથી વધુ 3,90,678 જણ પર કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી હાઈવે પોલીસ તરફથી આપવામાં આવી હતી. ટુવ્હીલર ચલાવનારા સાથે જ એની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે.

જોકે કેટલાક ટુવ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે છે પણ પાછળ બેઠેલા વ્યક્તિ તરફથી એના પર દુર્લક્ષ કરવામાં આવે છે. પરિવહન પોલીસ તરફથી કરવામાં આવતી કાર્યવાહીનો કોઈ ફાયદો થતો ન હોવાનું દેખાય છે. કોઈ અકસ્માત થાય અને ચાલકે હેલ્મેટ પહેરી હોય તો એનો જીવ બચી જાય છે.

પણ અનેક જણ એના પર દુર્લક્ષ કરે છે. 2016માં રાજ્યમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. મુંબઈમાં થોડા પ્રમાણમાં એનો વિરોધ થયો હતો. ઉપરાંત પુણે, કોલ્હાપુર અને અન્ય ભાગોમાં પણ એનો વિરોધ થયો હતો. ઓગસ્ટ 2016માં હેલ્મેટ પહેરી ન હોય એવા ટુવ્હીલરચાલકને પેટ્રોલપંપ પર પેટ્રોલ આપવું નહીં એવો નિર્ણય પરિવહન વિભાગે લીધો હતો. એનો વિરોધ ટુવ્હીલર ચાલકો સહિત પેટ્રોલપંપના માલિકોએ પણ કર્યો હતો.

આ વર્ષે પણ અગ્રેસર
જાન્યુઆરીથી મે 2021 સુધી પરિવહન પોલીસે મુંબઈમાં હેલ્મેટ ન પહેરેલા 3,90,678 ટુવ્હીલર ચાલકો પર કાર્યવાહી કરી હતી. એ પછીના ક્રમે થાણે શહેરમાં 78,346, નવી મુંબઈમાં 65,703, મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં 30,834 ટુવ્હીલર પર કાર્યવાહી કરવામાં આવી હતી. રૂ. 28,27,80,500 દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની માહિતી હાઈવે પોલીસે આપી હતી. મુંબઈમાં હેલ્મેટ વિના વાહન ચલાવવાના પ્રકરણો વધારે હોવાથી મુંબઈમાં દંડ વધારે વસૂલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...