મહત્ત્વનો રેલવે પ્રકલ્પ:મુંબઈગરાઓ બોરીવલીથી સીધા સીએસએમટી પ્રવાસ કરી શકશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્બર લાઈનના એક્સટેન્શનનું કામ જાન્યુઆરી 2022માં ચાલુ થશે

પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશનથી મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચી શકાશે. હાર્બર લાઈનના એક્સટેન્શનનું કામ નવા વર્ષના મૂરત પર શરૂ કરવામાં આવશે. અત્યારે બોરીવલીથી સીએસએમટી જવા માટે માહીમ અથવા દાદર ઉતરવું પડે છે. ગોરેગાવ-માહીમ પરથી હાર્બર માર્ગે અથવા દાદરથી મધ્ય રેલવે દ્વારા સીએસએમટી પહોંચી શકાય છે. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવું, પુલ ચઢવા અને ઉતરવા, જુદી ટિકિટ કઢાવવી, વગેરે સામાન્ય નાગરિકો સાથે દિવ્યાંગ પ્રવાસીઓ માટે કડાકૂટભર્યું બને છે. સવારે અને સાંજે ગિરદી સમયે તો વધુ હેરાનગતિ થાય છે.

તેથી મુંબઈગરાઓની દષ્ટિએ આ મહત્ત્વનો રેલવે પ્રકલ્પ છે. આ પ્રકલ્પ માટે જગ્યાની અડચણ હોવાથી મલાડ સ્ટેશનને એલિવેટેડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગોરેગાવથી કાંદિવલી સુધી લગભગ ત્રણ કિલોમીટરનો એલિવેટેડમાર્ગ હશે અને બાકીનો માર્ગ જમીનને સમાંતર હશે.

ગોરેગાવથી બોરીવલી વચ્ચે હાર્બર લાઈનમાં પાટા નાખવા માટે પૂર્વતૈયારી તરીકે અલાઈનમેન્ટ સર્વેક્ષણ ચાલુ છે. ડ્રોન તેમ જ આધુનિક ટેકનોલોજીની મદદથી આ સર્વેક્ષણ પૂરું કરવામાં આવશે. પ્રકલ્પ માટેના ટેંડરમાંથી 18માંથી 13 સલાહકારોની નિયુક્તી કરવામાં આવી છે. પ્રકલ્પમાં જમીન, ઝાડ, જમીન નીચે 1.5 મીટર ઊંડે વાપરવામાં આવતી વિવિધ પાઈપલાઈનનું સર્વેક્ષણ કરવાનું કામ અત્યારે ચાલુ છે એમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

હાલની સ્થિતિમાં રેલવે પાટા નજીક નવા પાટા નાખવા જગ્યાની સખત અડચણ છે. સર્વેક્ષણના અંતે કયા સ્ટેશન વચ્ચે કેટલી જગ્યાની જરૂર છે, એલિવેટેડ માર્ગ માટે જગ્યાની જરૂર વગેરેની વિગતવાર માહિતી મળશે. એ અનુસાર ટેંડર મગાવીને કામ શરૂ કરવાનું નિયોજન હોવાનું પશ્ચિમ રેલવેએ સ્પષ્ટ કર્યું હતું.

અલાઈનમેન્ટ સર્વેક્ષણનું કામ ડિસેમ્બરમાં પૂરું થતા એનો અહેવાલ પશ્ચિમ રેલવેને રજૂ કરવામાં આવશે. એ પ્રમાણે ટેંડર મગાવીને નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2022માં પ્રકલ્પનું કામ શરૂ થશે એમ પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું હતું.

એક્સટેન્શનનો પ્રવાસ મુંબઈ રેલવે વિકાસ મહામંડળ, મુંબઈ શહેર પરિવહન પ્રકલ્પ 3અમાં ગોરેગાવથી બોરીવલી (7.8 કિલોમીટર) હાર્બરના એક્સટેન્શનનો પ્રકલ્પ રજૂ કરવામાં આવ્યો. એપ્રિલ 2019માં રેલવે મંડળે એને મંજૂરી આપી હતી. ગોરેગાવથી હાર્બર લાઈનના એક્સટેન્શનનો અપેક્ષિત ખર્ચ 745.31 કરોડ રૂપિયા જેટલો છે. એ સાથે મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે માટે સ્ટેબલિંગ માર્ગ ઊભો કરવામાં આવશે જેનો ખર્ચ 485 કરોડ છે.

અન્ય સમાચારો પણ છે...