ભાસ્કર વિશેષ:મુંબઈગરા હવે સીધા બીટ પોસ્ટમેનનો સંપર્ક કરી શકશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય ડાક દિવસના અવસરે ે “નો યોર પોસ્ટમેન” મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું

ઇન્ડિયા પોસ્ટ, મુંબઈ રિજિયને શનિવારે રાષ્ટ્રીય ડાક દિવસના અવસર પર અજોડ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કર્યું, જેના થકી નાગરિકો તેમના બીટ પોસ્ટમેનની વિગતો મેળવી શકશે. નાગરિકો વિસ્તાર, પોસ્ટ ઓફિસનું નામ અને પિન કોડ દ્વારા બીટ પોસ્ટમેનને શોધી શકશે. મુંબઈ શહેર અને ઉપનગરના 86,000 થી વધુ વિસ્તારો ડેટાબેઝમાં સરળતાથી ઉપલબ્ધ છે.મુંબઈની પ્રેસ ક્લબ ખાતે આયોજિત કાર્યક્રમમાં આ એપ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ એપ્લિકેશનમાં પોસ્ટમેન વિગતો, સંપર્ક વિગતો, જોડાયેલી પોસ્ટ ઓફિસ વિગતો, પોસ્ટ ઓફિસની સંપર્ક વિગતો, પોસ્ટ ઓફિસનું સરનામું વગેરે મળી રહેશે.‘તમારા પોસ્ટમેન જાણો’ એપ વિશે બોલતાં પોસ્ટ માસ્ટર જનરલ, ઇન્ડિયા પોસ્ટ મુંબઈ પ્રદેશ, સ્વાતિ પાંડેએ જણાવ્યું હતું કે, “એપ મુંબઈ પોસ્ટ પ્રદેશનો નાગરિક મૈત્રીપૂર્ણ, નાગરિક કેન્દ્રિત બનવાનો અને ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો ઇનહાઉસ પ્રયાસ છે. આ સંપૂર્ણપણે તમામ મુંબઈગરાના લાભ માટે છે. આ એક ક્રાંતિકારી પગલું છે. અત્યાર સુધીમાં 86,000થી વધુ સરનામાં ટેપ્ડ કરવામાં આવ્યાં છે.

પાંડેએ માહિતી આપી હતી કે જો કોઈ ચોક્કસ સરનામું ન મળે તો એપ નાગરિકોને તેમનું સરનામું ઉમેરવાનો વિકલ્પ પૂરો પાડે છે. “એક લિંક છે જેના દ્વારા નાગરિકો તેમના સરનામાંની વિગતો ઉમેરવા માટે ક્લિક કરી અને શેર કરી શકે છે અને ઇન્ડિયા પોસ્ટ, મુંબઈ 24 કલાકમાં સરનામું અપડેટ કરશે.” મુંબઈમાં 89 ડિલિવરી પોસ્ટ ઓફિસ : મુંબઈ શહેરમાં 89 ડિલિવરી પોસ્ટ ઓફિસો છે જેમાં અંદાજે 2000 પોસ્ટમેન અને મહિલાઓ મોબાઇલ ઉપકરણો સાથે સુસજ્જ છે. મુંબઈ શહેર દરરોજ અંદાજે 2 થી 2.5 લાખ હિસાબી ટપાલ પહોંચાડે છે જેમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, આધારકાર્ડ, પાસપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

મુખ્ય આધાર ડિલિવરી સેવા
પાંડેએ એમ પણ જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટ મુંબઈ પ્રદેશ પોસ્ટમેન અને મહિલાઓ માટે સરેરાશ ઉંમર 45 વર્ષ છે જે બહુ ઉચ્ચ છે. તેમને માટે ઘણા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “1,800 પોસ્ટમેનને સોફ્ટ સ્કિલ્સની તાલીમ આપવામાં આવી રહી છે.

તમારા પોસ્ટમેનને જાણો
“તમારા પોસ્ટમેનને જાણો” એ ઇન્ડિયા પોસ્ટ છે, મુંબઇ પ્રદેશની પોસ્ટલ નેટવર્કના ડિજિટાઇઝેશન તરફની પહેલ છે, જે મુંબઈની નોકરિયાત વસતિ માટે સુવિધાજનક છે. એપ્લિકેશન નાગરિકોને તેમના બીટ પોસ્ટમેન સાથે સીધી વાતચીત કરવા અને તેમની સુવિધા મુજબ ડિલિવરીની સુવિધા આપવા માટે સક્ષમ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...