તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પત્નીની હત્યા કરવા પ્રકરણે મુંબઈના યુટ્યુબરની ધરપકડ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની પર હંમેશા અત્યાચાર કરતો હોવાનો આરોપ

યુટ્યુબ પર લોકપ્રિય કલાકાર જિતેન્દ્રની એની પત્ની કોમલ અગ્રવાલના મૃત્યુ પ્રકરણે ભાંડુપ પોલીસે ધરપકડ કરી હતી. યુટ્યુબ પર જીતુ જાન નામથી જાણીતા જિતેન્દ્રની પત્નીએ આત્મહત્યા કરી હતી. એનો મૃતદેહ પંખાથી લટકેલો મળી આવ્યો હતો. આ પ્રકરણે પોલીસે શરૂઆતમાં અકસ્માતે મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો. જોકે મૃતકના કુટુંબીઓએ જિતતેન્દ્ર પર ગુનો દાખલ કરવાની માગણી કરી હતી. એ પછી પોલીસે પત્નીની હત્યા પ્રકરણે જિતેન્દ્રની ધરપકડ કરી હતી.

યુટ્યુબ પર જિતેન્દ્રના 2 લાખની આસપાસ સબસ્ક્રાઈબર છે. જિતેન્દ્રએ કેટલાક ગીતોનું શૂટિંગ પણ કર્યું છે. એના વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. જિતેન્દ્ર પર ઈંડિયન પીનલ કોડની કલમ 304 (હત્યા સંદર્ભનો ગુનો), 323 (ઈજા પહોંચાડવા માટે સજા), 306 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) અને 506 (ફોજદારી ધમકીનો ગુનો) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જિતેન્દ્રએ પત્ની કોમલની હત્યા કરી છે એવો આરોપ કોમલના કુટુંબીઓએ દાખલ કરેલી ફરિયાદમાં કર્યો છે. એ પછી જિતેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી. જિતેન્દ્ર હંમેશા પત્ની પર અત્યાચાર કરતો હતો એવો આરોપ કોમલની માતા અને બહેને કર્યો છે. પીડિતાએ આત્મહત્યા કરી છે કે એની હત્યા કરવામાં આવી છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...