તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મુંબઈમાં 736 સાથે રાજ્યમાં 5427 નવા કેસઃ 38નાં મોત

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના કેટલાક ભાગોમાં કડક નિયમો લાદવામાં આવ્યા

અનલોક અને લોકલ ટ્રેનવ્યવહાર શરૂ થયા પછી કોરોના કેસમાં અચાનક ફરીથી ઉછાળો આવ્યો છે, જેને લઈ રાજ્યમાં બીજો લોકડાઉન લાગુ કરવામાં આવે તો નવાઈ નહીં. ગુરુવારે સવારે 8 સુધી છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 736 સહિત રાજ્યમાં 5427 નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં 100 અને રાજ્યમાં 1000 આસપાસ કેસ આવી ગયા હતા, પરંતુ અનલોક પછી ગ્રામપંચાયતની ચૂંટણીઓ, રાજકીય મેળાવડાઓ, પરિણામ પછી ઉજવણીઓ, બધા માટે લોકલ ટ્રેનો શરૂ થયા બાદ કેસોમાં ફરીથી ઉછાળો આવતાં પ્રસાસન ચિંતામાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5427 નવા કેસ સામે 2543ને ડિસ્ચાર્જ અપાયો છે. નવા કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ એવી સ્થિતિમાંથી લોકડાઉન ખૂલ્યા પછી સંપૂર્ણ અલગ સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 38 દર્દીનાં મોત થયાં છે. હાલમાં 2,16,908 જણ હોમ ક્વોરન્ટાઈનમાં અને 1743 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે.રાજ્યમાં મુંબઈ, થાણે, પુણે, અમરાવતી, અકોલા, બુલઢાણા, નાગપુરમાં સ્થિતિ વધુ ભયાવહ બની ચૂકી છે, જ્યાં 1000થી 7000 સુધી એક્ટિવ કેસ હાલમાં છે.મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 736 કેસ નોંધાયા છે, જ્યારે ચાર જણનાં મોત થયાં છે. પુણેમાં 467 નવા કેસ દાખલ થયા છે, અમરાવતીમાં 542, નાગપુરમાં 591 નવા કેસ દાખલ થયા છે, જેથી ચિંતા ઓર વધી છે.

મુંબઈમાં શું પરિસ્થિતિ છે
મુંબઈમાં ગુરુવારે સાંજે 6 સુધી છેલ્લા 24 કલાકમાં 736 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 473 સાજા થતાં ઘેર જવા દેવાયા છે. ચાર જણનાં મોત થયાં છે, જે સાથે મરણાંક 11,430 થયો છે. મૃતકમાં ચારેય પુરુષનો સમાવેશ થાય છે. 3 દર્દીને કોરોના સાથે અન્ય બીમારી હતી. બે જણ 60 વર્ષથી વધુ ઉંમરના હતા, જ્યારે બે 40-60 વયવર્ષના હતા. મુંબઈનો રિકવરી રેટ 94 ટકા છે. 11મી ફેબ્રુઆરીથી 17મી ફેબ્રુઆરી સુધી એકંદર વૃદ્ધિ દર 0.17 ટકા છે. ડબલિંગ રેટ 417 દિવસ છે

258 ઈમારતોને સીલ કરવામાં આવી છે
મુંબઈમાં ઝૂંપડપટ્ટીઓ અને ચાલીઓ સહિત એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન 57 છે, એક્ટિવ સીલ ઈમારતો 258 છે. ગંભીર, મધ્યમ પ્રકારના અને ગૂંચવાળા કેસ માટે 12,010 બેડ્સ ઉપલબ્ધ છે. મધ્યમ અને લક્ષણરહિત દર્દી માટે 763 બેડ છે. 1707 આઈસીયુ બેડ અને 1033 વેન્ટિલેટર બેડ છે. 6869 ઓક્સિજન બેડ છે, એમ મહાપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો