મુંબઈ વાસીઓને સમસ્યા:આગામી સપ્તાહે પૂર્વ ઉપનગરો અને શહેરમા પાણી કપાત રહેશે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાઈપલાઈનના રિપેરીંગના કામના કારણે પાણી કપાતની સમસ્યા

પાઈપલાઈનના રિપેરીંગના કામના કારણે અત્યારે મુંબઈના વિવિધ ઠેકાણાઓના રહેવાસીઓએ પાણીકપાતનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી અઠવાડિયે પૂર્વ ઉપનગરો અને શહેરના કેટલાક ભાગમાં 24 કલાક માટે પાણીકપાત કરવામાં આવશે અને કેટલાક ભાગમાં પાણીપુરવઠો બંધ કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકા તરફથી પૂર્વ ઉપનગરોમાં એન વોર્ડના સોમૈયા નાળા નીચેથી મહાપાલિકા કોલોની, વિદ્યાવિહાર ખાતે માઈક્રોટનલિંગ પદ્ધતિથી પાઈપલાઈનને વાળવાનું કામ શરૂ કરવામાં આવશે.

બુધવાર 18 મેના સવારના 10 વાગ્યાથી ગુરુવાર 19 મેના સવારના 10 વાગ્યા સુધી આ કામ કરવામાં આવશે. આ સમયમાં પૂર્વ ઉપનગરોમાં કેટલાક ભાગમાં પાણીપુરવઠો બંધ રહેશે. તેમ જ શહેરના કેટલાક ભાગમાં ઓછા દબાણથી પાણીપુરવઠો કરવામાં આવશે. કુર્લા, ઘાટકોપર, વિદ્યાવિહાર, ચેંબુર, તિલકનગર સાથે શહેર ભાગમાં લાલબાગ, પરેલ, નાયગાવ, શિવરી પરિસરમાં પાણીપુરવઠા પર અસર થશે.

દાદર ડો. બાબાસાહેબ આંબેડકર રોડ, જગન્નાથ ભાતનકર રોડ, બી.જે.દેવરુખકર રોડ, ગોવિંદજી કેણે માર્ગ, હિંદમાતા ખાતે ઓછા દબાણથી પાણીપુરવઠો થશે. પરેલ, લાલબાગ, ડો. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ડો. એસ.એસ.રાવ માર્ગ, દતારામ લાડ માર્ગ, જિજીભોય ગલ્લી, મહાદેવ પાલવ માર્ગ, સાને ગુરુજી માર્ગ, ગેસ કંપની ગલ્લી ખાતે પણ ઓછા દબાણથી પાણી પુરવઠો થશે.

ક્યાં પાણીપુરવઠો બંધ રહેશે? : આ સમયમાં કુર્લા ખાતે નહેરુનગર, એડવર્ડ નગર, પાનબજાર, વી.એન.પુરવ રોડ, નહેરુ નગરની બંને બાજુએ જાગૃતિનગર, શિવસૃષ્ટિ નગર, એસ.જી.બર્વે માર્ગ, કસાઈવાડા પમ્પિંગ, ચાફે ગલ્લી, ચુનાભઠ્ઠી પમ્પિંગ સ્વદેશી મિલ માર્ગ ખાતે પાણી પુરવઠો પૂર્ણપણે બંધ રહેશે.

રાજાવાડીના તમામ ક્ષેત્ર, ચિતરંજન કોલોની, આંબેડકર નગર, નિલકંઠ વેલી, રાજાવાડી હોસ્પિટલ પરિસર, વિદ્યાવિહાર સ્ટેશન, પૂર્વ બાજુનો રસ્તો, ઓએનજીસી કોલોની, મોહનનગર, કુર્લા ટર્મિનસ રોડ, ઓઘડભાઈ રોડ, આનંદી રોડ, રામજી આશર રોડ ખાતે પાણીપુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...