તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારો અહેવાલ:મુંબઈમાં સાઈબર હુમલાથી વીજ નહોતી ગઈ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

22 ઓક્ટોબર, 2020નો દિવસ મુંબઈના ઈતિહાસમાં કલાકો સુધી વીજ ગાયબ થવા માટે હંમેશ માટે યાદ રહેશે. ભારતની આર્થિક રાજધાનીમાં અચાનક વીજ પુરવઠો બંધ થયો હતો, જે એક- બે કલાક નહીં પણ આઠથી દસ કલાક સુધી બંધ રહ્યો હતો, જેના પડઘા દેશઆખામાં પડ્યા હતા. સરકારે તેની તપાસ કરાવીને આ માટે સાઈબર હુમલો કારણભૂત હોવાનું કારણ આપ્યું હતું. જોકે હવે તે સાઈબર હુમલો નહોતો અને વિભાગનું દુર્લક્ષ જવાબદાર હતું એવો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે, જેને કારણે વિરોધી પક્ષને સત્તાધારીઓને ભીંસમાં લેવા માટે વધુ એક કારણ મળી ગયું છે.

મુંબઈ સહિત આસપાસના ભાગોમાં તે દિવસે આઠથી દસ કલાક સુધી વીજ પુરવઠો બંધ થયો હતો. અમુક વિસ્તારોમાં તો બીજા દિવસે વીજ પુરવઠો શરૂ થયો હતો. આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા. મુંબઈમાં સંપૂર્ણ વીજ પુરવઠો બંધ થાય અને આટલા કલાકો સુધી થાય તેવી આ પ્રથમ જ ઘટના હોવાથી સરકારની અને વીજ વિભાગની ભારે ટીકા થઈ હતી.આ પછી સરકારે વીજ ગાયબ થવા માટે સાઈબર હુમલો કારણભૂત ગણાવ્યો હતો. ખાસ કરીને તે સમયે વિધાનમંડળના સત્રમાં સભાગૃહમાં સાઈબર હુમલો જ કારણભૂત હોવાનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો.

જોકે મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગે આ ઘટનાની તપાસ માટે નીમેલી ઉચ્ચ સ્તરીય સમિતિનો અહેવાલ હવે સામે આવ્યો છે. આ અહેવાલમાં તે સાઈબર હુમલો નહોતો એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આથી આ સાઈબર હુમલો નથી એવું કહેનારા ભૂતપૂર્વ ઊર્જા મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ મહાવિકાસ આઘાડીના ઊર્જા મંત્રી નીતિન રાઉતને ભીંસમાં લીધા છે.

ગ્રિડ ચાર દિવસ બંધ હતી છતાં દુર્લક્ષ : સભાગૃહમાં ખોટો અહેવાલ મૂકનારા ઊર્જા મંત્રી અને તેમનેમદદ કરનારા ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે સભાગૃહની માફી માગવી જોઈએ અને નવો અહેવાલ રજૂ કરવો જોઈએ એવી માગણી બાવનકુળેએ હવે કરી છે.

પાવર ગ્રિડ ચાર દિવસ બંધ હોવા છતાં તે તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. આ વિશે ઊર્જા મંત્રી અને ગૃહમંત્રીની અજ્ઞાનતા ખુલ્લી પડી છે. તેમણે ભૂલ થઈ એવું માન્ય કરવું જોઈતું હતું. અમારે લીધે મુંબઈમાં અંધારપટ છવાયો એવું તે સમયે માન્ય કર્યું હોત તો આવી નાલેશીનો વારો આવ્યો નહીં હતો. જોકે હવે ખોટો અહેવાલ પાછળ લેવાની નાલેશીનો સામનો તેમણે કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...