તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુંબઈ- ગોવાથી વિવિધ માદક પદાર્થ સાથે ત્રણની ધરપકડ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જંગલમાં પીછો કરીને એકને પકડી પાડ્યો, ત્રણ અધિકારી ઘાયલ થયા

એનસીબીના મુંબઇ એકમે 28 અને 29 જૂનના સાગમટે બે ઓપરેશનમાં 24 કલાકમાં ત્રણ તસ્કરોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક્સ્ટસી- એમડીએમએની કુલ 60 ગોળી, નેપાળી ચરસના 350 ગ્રામ અને એલએસડીના 20 બ્લોટ જપ્ત કર્યાં હતાં.મહારાષ્ટ્ર અને ગોવાના એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર ઉત્તર ગોવાના ગૌમ વડ્ડો, અંજુના ખાતે દરોડો પાડી એક્સ્ટસી, એમડીએમએની 37 ગોળીઓ અને ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સંબંધે રોક જોસ ફર્નાન્ડીઝની ધરપકડ કરી હતી.

આ પછી અંજુના પામેલા પામ્સ ખાતે પાર્ક કરેલી તેની સ્કુટીની ડિકીમાંથી 340 ગ્રામ નેપાળી ચરસ જપ્ત કર્યો હતો. ફર્નાન્ડીઝની માહિતી પરથી નાઇજીરિયન ચિદી ઓસિતા ઓકોનક્વો ઉર્ફે બેંજામિનની એક્સ્ટસી, એમડીએમએની 23 ગોળીઓ સાથે ધરપકડ કરાઈ હતી. જંગલમાં લગભગ 500 મીટર સુધી પીછો કરીને બેન્જામિનને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં એનસીબીના 3 અધિકારી ઘાયલ થયા હતા. બેન્જામિન ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે.ફર્નાન્ડીઝ ઉત્તર ગોવાનો કુખ્યાત તસ્કર છે. તેની સામે અગાઉ બે કેસ નોંધાયા છે, જેમાં તે જામીન પર બહાર હતો.

તે અંજુનામાં એક હોટેલનો માલિક છે. ફર્નાન્ડીઝ તેના આઇસક્રીમ પાર્લર કમ કરિયાણાની દુકાનથી ડ્રગ રેકેટ ચલાવતો હતો. ડ્રગના ઓર્ડર તેના આઈસ્ક્રીમ પાર્લરમાંથી બુક કરાવ્યા હતા અને તેણે અંજુના ખાતેના એક કે.એસ. ગેસ્ટ હાઉસમાંથી ઉલ્લેખિત સરનામા પર ઓર્ડર કરેલી દવાઓ આપી હતી. પેમેન્ટ ગૂગલ - પે દ્વારા કરવામાં આવ્યું હતું. ફર્નાન્ડીઝને પર્યટકો અને ગેસ્ટ હાઉસની સામે બંધાણીઓને ડ્રગ આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...