તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્યતા:મુંબઈ, થાણેમાં આગામી બે -ત્રણ દિવસમાં વરસાદનું જોર ઘટી જશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંગાળના ઉપસાગરમાં તૈયાર થયેલા ઓછા દબાણના પટ્ટાથી વરસાદ

ઘણાં દિવસ પોરો ખાધા પછી છેલ્લા ચારપાંચ દિવસથી રાજ્યમાં અનેક ઠેકાણે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈ અને ઉપનગરો સહિત કોકણ, વિદર્ભ, મરાઠવાડા અને ઉતર મહારાષ્ટ્રમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. બંગાળના ઉપસાગરમાં તૈયાર થયેલ ઓછા દબાણના ક્ષેત્રના કારણે રાજ્યમાં વરસાદનું પુનરાગમન થયું છે.

દરમિયાન હવે આગામી થોડા દિવસમાં વરસાદનું જોર ઓછું થાય એવી શક્યતા છે. છેલ્લા ચોવીસ કલાકમાં મુંબઈ અને થાણેમાં વરસાદનું જોર ઓછું થયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર મુંબઈ, થાણેમાં છેલ્લા ચોવીસ કલાકમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડ્યો છે. આગામી બેત્રણ દિવસ સુધી શહેરમાં કોઈ પણ જાતનું ગંભીર હવામાન અપેક્ષિત નથી.

હવામાન વિભાગના અંદાજ અનુસાર અત્યારે શહેરમાં વાદળિયુ વાતાવરણ રહેશે. અન્ય કેટલાક ઠેકાણે હળવો વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં કિનારાપટ્ટીના ભાગ છોડીને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...