તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:નીરવ મોદીને 11 જૂને હાજર થવા મુંબઈની વિશેષ કોર્ટના સમન્સ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાજર નહીં થાય તો ફરાર આર્થિક ગુનેગાર કાયદા અનુસાર કાર્યવાહી

પંજાબ નેશનલ બેન્ક ગોટાળામાં વોન્ટેડ આરોપી હીરાના વેપારી નીરવ મોદી ફરતે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. થોડા દિવસ પૂર્વે બ્રિટનમાં સ્થાનિક કોર્ટે નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી હોઈ તેની વિરુદ્ધ નીરવે કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે. હવે મુંબઈની વિશેષ કોર્ટે નીરવન નામે સમન્સ બજાવ્યા હોઈ તેને આગામી મહિનામાં 11 જૂનના રોજ કોર્ટ સામે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. નીરવ હાજર રહેવામાં નિષ્ફળ જાય તો ફરાર આર્થિક ગુનેગાર કાયદા અનુસાર કોર્ટ કાર્યવાહીના આદેશ આપશે એમ પણ નોટિસમાં નોંધ કરવામાં આવ્યું છે.

પીએનબી ગોટાળો બહાર આવવા પૂર્વે જ નીરવ ભારતની બહાર ભાગી ગયો હતો. હાલમાં તે બ્રિટનમાં છે.ભારતમાં પ્રત્યાર્પણ નહીં કરવા સંબંધે નીરવે બ્રિટનની સ્થાનિક કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી કોર્ટે સુનાવણીને અંતે ફગાવી દીધી છે, જેને લઈ નીરવના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થયો છે. તેની પર બ્રિટનના ગૃહમંત્રીની પણ માન્યતા મળી હતી. જોકે બ્રિટનના કાયદા અનુસાર આવો નિર્ણય પસાર થયા પછી 15 દિવસની અંદર ગુનેગાર હાઈ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી માગતી અરજી કરી શકે છે. આ પ્રમાણે નીરવે આવી અરજી કરી હોઈ તેની પર ટૂંક સમયમાં જ સુનાવણી થવાની અપેક્ષા છે.

ઈડીએ નીરવની માલમતાની યાદી આપી
દરમિયાન મુંબઈમાં આર્થિક ગુના સંબંધી વિશેષ કોર્ટે હવે નીરવને તમારી માલમતા જપ્ત કેમ કરવામાં નહીં આવવી જોઈએ એવી કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. વિશેષ જજ વી સી બર્ડેએ આ નોટિસ બજાવી છે. ડિસેમ્બર 2019માં વિશેષ કોર્ટે નીરવને ફરાર આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો.આ પ્રકરણની તપાસ કરતી ઈડીએ દાખલ કરેલી અરજી પર ચુકાદો આપતી વખતે કોર્ટે આ જાહેર કર્યું હતું. ઈડીએ આ અરજી સાથે નીરવની માલમતાની યાદી આપી હોઈ હવે તે જ માલમતા પર ટાંચ આવવાની શક્યતા છે.

નીરવ મોદીના કુટુંબીઓને પણ નોટિસ
દરમિયાન આવી જ નોટિસ નીરવની પત્ની અમી, બહેન પૂર્વી અને બહેનનો પતિ મયંક મહેતાને પણ બજાવવામાં આવી છે. ઈડીએ નીરવ પર આરોપ કર્યો છે કે તેણે તેના કાકા મેહુલ ચોકસી સાથે મળીને લેટર્સ ઓફ અંડરસ્ટેન્ડિંગના માધ્યમથી પંજાબ નેશનલ બેન્કની રૂ. 14,000 કરોડની છેતરપિંડી કરી છે. 2011ના માર્ચ મહિનાથી પીએનબીની મુંબઈ શાખાએ આ રીતે નીરવ સાથે સંબંધિત કંપનીઓને ખોટી રીતે લેટર્સ ઓફ અંડરસ્ટેન્ડિંગ આપ્યા હોવાનો આરોપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...