તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રનું એસ બેન્ડ વેધર રડાર શરૂ થયું

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલઘરથી રત્નીગિરી અને મરાઠવાડા સુધીના વરસાદનો અંદાજ બાંધવાની ક્ષમતા

મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રનું એસ બેન્ડ ડોપલર વેધર રડાર શરૂ થયું છે. સામાન્ય નાગરિકો અને હવામાનના અભ્યાસુઓ માટે હવામાન વિભાગ તરફથી વેબસાઈટ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. મુંબઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના પ્રમુખ અને ઉપમહાસંચાલક ડો. જયંત સરકારે આ માહિતી આપી હતી. જૂનું ડોપલર રડાર ચોમાસાના ટાંકણે જ બંધ હોવાના સમાચાર ફેલાયા એટલે બે જ દિવસમાં આ રડાર કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

બરાબર તાઉતે ચક્રવાત મુંબઈ નજીકથી પસાર થતું હતું એ સમયે આ રડાર બંધ પડ્યું હતું. એ પછી મુંબઈગરાઓ માટે એક સી-બેન્ડ અને 4 નાના એક્સ બેન્ડ રડાર હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યા હતા. જોકે જૂના એસ-બેન્ડ રડારનું કામ ચોમાસામાં એન્જિનિયરો દ્વારા ચાલુ હતું. એવામાં હવામાન વિભાગ તરફથી અતિવૃષ્ટિનો ઈશારો આપવામાં આવ્યો હતો. પણ તાઉતે ચક્રવાતમાંથી પાઠ ન ભણતા એસ બેન્ડ રડાર બંધ જ હતું.

કોલાબા સ્થિત એસ બેન્ડ રડારની ક્ષમતા 500 કિલોમીટર સુધીની છે. પાલઘરથી રત્નીગિરી અને મહારાષ્ટ્રના સીધા મરાઠવાડાના વરસાદનો અંદાજ બાંધવાની ક્ષમતા આ રડારમાં છે. આ રડારના માધ્યમથી મૂશળધાર વરસાદ ક્યાં, કેટલો અને કેવો પડી રહ્યો છે? વાદળોની દિશા, વાદળોમાં પાણી છે કે બાષ્પ એનો અચૂક અંદાજ વ્યક્ત કરવામાં મદદ થાય છે.

વરસાદની માહિતી ચારથી છ કલાક અગાઉ
ડોપલર રડાર વરસાદની ખાતરીલાયક માહિતી આપતી આપ્તકાલીન સિસ્ટમ છે.

અન્ય સમાચારો પણ છે...