ક્રાઇમ:મુંબઈમાં આ વર્ષે 7 મહિનામાં દુષ્કર્મના 550 ગુનાઓ નોંધાયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિનયભંગના 1100 ગુના, 445 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

લોકડાઉન હળવો થતા જ મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધતી દેખાય છે. આ વર્ષે જાન્યુઆરીથની જુલાઈના સાત મહિનાના સમયગાળામાં મુંબઈમાં દુષ્કર્મના 550 ગુનાઓ દાખલ થયા છે. વિનયભંગના લગભગ 1100 ગુનાઓની નોંધ થઈ છે. મુંબઈ પોલીસના આંકડાઓ પરથી આ બાબત સ્પષ્ટ થઈ છે.

સાકીનાકામાં મહિલા પર અમાનવીય અત્યાચાર થયાની ઘટનાએ સંપૂર્ણ મુંબઈને હચમચાવી નાખ્યું છે. આખા રાજ્યમાં રોષ વ્યાપ્યો છે. આ પીડિત મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મહિલા સુરક્ષાનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો છે. લોકડાઉન હળવો થતા ગિરદી વધી રહી છે ત્યારે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

ગયા વર્ષે જાન્યુઆરીથી જુલાઈના સાત મહિનામાં મુંબઈમાં દુષ્કર્મની 377 ઘટના બની હતી. એમાંથી 299 ઘટનાઓમાં આરોપીની ધરપકડ કરવામાં આવી. આ વર્ષે ગુનાના પ્રમાણમાં વધારો થયો અને મુંબઈમાં જ 550 દુષ્કર્મના ગુનાઓની નોંધ થઈ છે. એમાં 445 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વિનયભંગના ગુનાઓ પણ વધ્યા છે.

ગયા વર્ષે પહેલા સાત મહિનામાં વિનયભંગના 985 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા જે આ વર્ષે 1100 થયા છે. એમાં સગીર છોકરીઓ પર અત્યાચારની ઘટનાઓનો પણ સમાવેશ છે. 2020માં આખા વર્ષમાં મુંબઈમાં દુષ્કર્મની 767 ઘટનાઓ બની હતી અને વિનયભંગના 1945 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

દહેજ મૃત્યુની પણ ઘટનાઓ
દહેજ લેતીદેતીનું પ્રમાણ ઓછું થયું છે છતાં સંપૂર્ણપણે બંધ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...