તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:મુંબઈમાં એક દિવસમાં જૂનની સરેરાશના 44% વરસાદ પડ્યો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 13 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

મુંબઈમાં બુધવારે 12 કલાકમાં આશરે નવ ઈંચ વરસાદ પડ્યો હતો. જૂનમાં માસિક સરેરાશ વરસાદ આશરે 20 ઈંચ છે, જેમાંથી એક દિવસમાં 44 ટકા વરસાદ પડી ગયો છે. જોકે ગુરુવારે આગાહી છતાં નહીં જેવો વરસાદ પડ્યો હતો, એમ ઈન્ડિયા મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

13 જૂન સુધી 24 કલાકમાં વધુ આઠ ઈંચ વરસાદ પડશે. છેલ્લે 9 જૂન, 1991ના રોજ 24 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે 11થી 15 જૂન વચ્ચે કોંકણ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આથી બુધવારે સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 12 ટીમો પાંચ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તહેનાત કરી દીધી છે.

રાજ્ય સરકારના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રશાસન દ્વારા એનડીઆરએફના કમાન્ડન્ટને થાણે, રાયગડ, પાલઘર, રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લામાં એનડીઆરએફની ટીમો ગુરુવારે બપોરે તહેનાત કરી હતી. દરમિયાન રાયગડમાં શુક્રવાર સુધી રેડ એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદના જમીન ધસી પડવાનું જોખમ હોવાથી 20 ગામના 1139 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...