તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક પગલા:જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનાર સામે મુંબઈ પોલીસની વિશેષ ઝુંબેશ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી ગણેશોત્સવમાં વધુ નાગરિકો બહાર નીકળવાની સંભાવનાને ધ્યાને લઈને પગલું ભરાયું

ગણેશોત્સવને જૂજ દિવસો બાકી છે ત્યારે આ દિવસો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળવાની સંભાવના જોતાં મુંબઈ પોલીસે હમણાંથી જ કમર કસી છે. ખાસ કરીને જાહેર સ્થળે અને ગલીઓમાં માસ્ક વિના પહેરનારા વિરુદ્ધ વિશેષ ઝુંબેશ છેડી છે. 10 સપ્ટેમ્બરથી મુંબઈમાં ગણેશોત્સવનો આરંભ થશે. આ પૂર્વેથી જ લોકો ખરીદી કરવા માટે બહાર નીકળી પડે છે. આથી પોલીસે હમણાંથી જ પગલાં લેવાનું શરૂ કર્યું છે. જો કોઈ માસ્ક વિના દેખાય તો પગલાં લેવાનું શરૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે આ અંગે સૂચના જારી કરી છે.

બધાં પોલીસ સ્ટેશનોને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પગલાં લેવા માટે તેમણે સૂચના આપી છે. દરમિયાન મુંબઈમાં એપ્રિલ 2020 પછી 16 ઓગસ્ટ, 2021ના રોજ સૌથી ઓછા 190 કેસ નોંધાયા હતા. નવા કેસ અને મૃત્યુ દરમાં ઘટાડો થવાને લીધે સરકારે ઘણાં બધાં નિયંત્રણો હળવાં કર્યાં છે. જોકે છેલ્લા થોડા દિવસમાં કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે લાગલગાટ બીજા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા, જયારે ત્રણનાં મોત થયાં હતાં.

ઓનલાઈન દર્શન અને ટોકન યંત્રણા : દરમિયાન શહેરનાં સર્વ ગણેશોત્સવ મંડળો અને મંદિરોના ભાવિકો માટે ઓનલાઈન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરી આપવા માટે મુંબઈ પોલીસો અનુરોધ કર્યો છે, જેથી ભક્તો મંડપો ખાતે ભીડ નહીં કરે. તે છતાં જો કોઈ પ્રત્યક્ષ રીતે મંડપમાં જવા માગતા હોય તો તેમને માટે ટોકન યંત્રણા શરૂ કરવા માટે પણ અનુરોધ કર્યો છે.

5000 સીસીટીવી કેમેરાથી નજર
દરમિયાન ગણેશોત્સવ દરમિયાન પોલીસ 5000 સીસીટીવી કેમેરા થકી નજર રાખશે. પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, વિશેષ શાખાઓ, એટીએસ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત સંપૂર્ણ પોલીસ દળને ગણેશોત્સવ દરમિયાન હાઈ એલર્ટ પર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આમ તો ગણેશોત્સવ સાદગીથી ઊજવવા માટે સરકારે અગાઉ જ જણાવી દીધું છે. આમ છતાં આ ઉત્સવ દરમિયાન રસ્તાઓ પર સામાન્ય કરતાં વધુ ભીડ જોવા મળી શકે છે. આથી પોલીસે અગાઉથી જ તૈયારી રાખી મૂકે છે.

અન્ય સમાચારો પણ છે...