આયોજન:પોર્ન ફિલ્મ રેકેટ માટે મુંબઈ પોલીસે SITની સ્થાપના કરી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોલીવુડના કેટલાક મોટા નામ પોલીસના રડાર પર આવે એવી શક્યતા

પોર્ન ફિલ્મ રેકેટ પ્રકરણની તપાસ કરવા માટે હવે મુંબઈ પોલીસ તરફથી એસઆઈટીની સ્થાપના કરવામાં આવી છે. દિવસે દિવસે આ કેસનું મહત્ત્વ વધી રહ્યું છે. દરરોજ નવી નવી ફરિયાદો અથવા ફરિયાદીઓ સામે આવી રહ્યા છે. તેમ જ આ પ્રકરણમાં બોલીવુડના કેટલાક મોટા નામ પોલીસના રડાર પર આવે એવી શક્યતા છે. તેથી આ પ્રકરણની યોગ્ય તપાસ કરવા માટે એસઆઈટીની સ્થાપના કરવામાં આવી છે. પોર્ન ફિલ્મ રેકેટનો વ્યાપ ખૂબ મોટો છે. આ પ્રકરણની તપાસ એટલી જ ગૂંચવણભરી છે.

એમાં નવા ફરિયાદીઓ અને પીડિતાઓ આગળ આવી રહ્યા છે. કોર્ટમાં પણ કેસ મજબૂત બને એ માટે મજબૂત પુરાવાઓ ભેગા કરવા એટલું જ મહત્ત્વનું છે. તેથી એસઆઈટીની સ્થાપના કરવામાં આવી છે.એસઆઈટીમાં એક સહાયક પોલીસ આયુક્તના નેતૃત્ત્વ હેઠળ તપાસ થશે. મુંબઈ ગુના શાખાના સહાયક પોલીસ આયુક્તની નિયુક્તી આ એસઆઈટીમાં કરવામાં આવી છે. તેમના દ્વારા તપાસ કરવામાં આવશે અને તે વરિષ્ઠોને આ કેસ સંબંધિત તમામ માહિતી આપવાનું કામ કરશે. તેમની મદદ માટે પોલીસ નિરીક્ષક, સહાયક પોલીસ નિરીક્ષક અને પોલીસ ઉપ-નિરીક્ષક દરજ્જાના અધિકારી ટીમમાં હશે.

કુંદ્રાની કંપનીના ડાયરેક્ટરની ધરપકડ
દરમિયાન પોર્ન ફિલ્મ કેસમાં પોલીસે રાજ કુંદ્રાની કંપનીના એક ડાયરેક્ટર અભિજિત બોંબલેની ગુરુવારે ધરપકડ કરી હતી. એપ થકી પોર્ન ફિલ્મ્સનું નિર્માણ અને વિતરણ કરવા માટે ગયા મહિને શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

એક 25 વર્ષની મોડેલે માલવણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ટૂંકી ફિલ્મો અને વેબ સિરીઝમાં ભૂમિકાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ બોલ્ડ સીન્સને નામે પછી નગ્ન દશ્યો ભજવવા માટે મજબૂર કરવામાં આવી હતી. બોંબલેનું નામ પણ આ કેસમાં આરોપી તરીકે નોંધવામાં આવ્યું હતું. આ કેસ પછી પ્રોપર્ટી સેલ પાસે તપાસ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. એની તપાસ પણ એસઆઈટી તરફથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...