તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાંથી ગુનાખોરી ડામવા માટે મુંબઈ પોલીસે ઓલ-આઉટ ઓપરેશન હાથ ધર્યું હતું. અચાનક કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અનેક વોન્ટેડ અને બિન-જામીનપાત્ર વોરન્ટ માથે લઈને ફરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.શિવજયંતી અને વેલેન્ટાઈન્સ ડેનું નિમિત્ત સાધીને મુંબઈમાં 13 ફેબ્રુઆરીના રાત્રે 11થી 14 ફેબ્રુઆરીના મધરાત્રે 2 વાગ્યા સુધી મુંબઈ શહેરના બધા 5 પ્રાદેશિક વિભાગના 13 વિભાગમાં ડીસીપી, એસીપી, બધાં પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ, અધિકારીઓ, કોન્સ્ટેબલોએ ઓલ- આઉટ ઓપરેશન ધર્યું હતું.
પોલીસ કમિશનર પરમવીર સિંહના માર્ગદર્શનમાં કાયદો અને વ્યવસ્થા સંભાળતા જોઈન્ટ સીપી વિશ્વાસ નાંગરે પાટીલે પોલીસ સ્ટેશનો, નાકાબંધી અને કોમ્બિંગના સ્થળે જાતે મુલાકાત લઈને માર્ગદર્શન કર્યું હતું, જેને લીધે ઓપરેશન ઉત્તમ રીતે પાર પાડી શકાયું હતું. આ કાર્યવાહીમાં 259 સ્થળે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં રેકોર્ડ પરના 1278 આરોપીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાં 599 આરોપી મળી આવ્યા હતા, જ્યારે 39 વોન્ટેડ અને ફરાર ગુંડાઓની ધરપકડ કરવામાં આવી હતી.
149 સ્થળે નાકાબંધી લગાવાઈ
શહેરમાં 149 સ્થળે નાકાબંધી લગાવવામાં આવી હતી. તેમાં 11,881 ટુ અને ફોર વ્હીલર તપાસવામાં આવ્યાં હતાં. 3141 વાહન ચાલકો પર નિયમોનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. 31 વાહનચાલકો શરાબ પીને વાહન હંકારતાં મળી આવ્યા હતા, જેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, એમ નાંગરે પાટીલે જણાવ્યું હતું.
37 તડીપાર ગુંડાઓ પણ મળી આવ્યા
ઓપરેશનમાં 951 હોટેલ, લોજ, મુસાફિરખાનાની તપાસ કરવામાં આવી હતી. 42 સ્થળે અનધિકૃત ધંધાઓ પર દરોડા પાડીને 71 જણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 505 સંવેદનશીલ સ્થળો ખાતે તપાસ કરવામાં આવી હતી. મુંબઈમાંથી તડીપાર કરાયેલા 37 ગુંડાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.