કોરોના અને ઓમિક્રોનગ્રસ્ત, તેમના સગાસંબંધીઓ, અતિજોખમી અને ઓછા જોખમવાળા જૂથના દર્દીઓની મદદ માટે મુંબઈ મહાપાલિકા મુખ્યાલય સહિત તમામ 24 વોર્ડ કાર્યાલયના નિયંત્રણ કક્ષ (વોર રૂમ) સતત ચોવીસ કલાક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયંત્રણ કક્ષના માધ્યમથી દર્દી અને તેમના સગાસંબંધીઓને માર્ગદર્શન અને મદદ આપવામાં આવશે. નાગરિકોએ જરૂર પડ્યે તત્કાળ સંપર્ક સાધવો એવી હાકલ મહાપાલિકાએ કરી છે.
કોરોના અને એના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના સંક્રમણના કારણે છેલ્લા થોડા દિવસમાં બાધિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ બાબત ધ્યાનમાં લઈને મહાપાલિકા પ્રશઆસને મુખ્યાલય સહિત 24 વોર્ડ કાર્યાલયના નિયંત્રણ કક્ષ ચોવીસ કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ કક્ષમાં મેડિકલ અધિકારી, જરૂરી સેવાના અન્ય કર્મચારીઓ કાર્યરત રહેશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તરત બેડ ઉપલબ્ધ થાય, કોરોના સંબંધી વિવિધ અડચણો બાબતે સીધા માર્ગદર્શન મળે એ ઉદ્દેશથી મહાપાલિકાએ જૂન 2020થી વિકેન્દ્રિત પદ્ધતિથી બેડ વ્યવસ્થાપન પ્રણાલી શરૂ કરી હતી. એ અત્યારે પણ કાર્યરત છે. મહાપાલિકાના તમામ 24 વોર્ડ કાર્યાલયના સ્તરે વિભાગીય નિયંત્રણ કક્ષ કાર્યરત છે. કોરોનાગ્રસ્ત દર્દી કે એના સગાસંબંધીને કોરોના બાબતે માર્ગદર્શન અને મદદ જોઈતી હોય તો આ નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક કરવો એવી હાકલ મહાપાલિકા પ્રશાસને કરી છે. આ નિયંત્રણ કક્ષના માધ્યમથી કોરોના પ્રતિબંધાત્મક ઉપાયયોજનામાં બાધિત દર્દીને જરૂરિયાત અનુસાર હોસ્પિટલમાં બેડ મેળવી આપવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.