તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મુંબઈ મહાપાલિકાના કોસ્ટલ પ્રકલ્પ રોડને નામે રૂ. 1000 કરોડનો ગોટાળો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનતાના પૈસા કોના ખિસ્સામાં ગયા તેની તપાસ થવી જોઈએ એવી આશિષ શેલારની માગણી

કોસ્ટલ રોડની ગતિવિધિઓ પર અમે નજર રાખીને છીએ. સ્થાયી સમિતિમાં આ પ્રકલ્પમાં મિલિભગત થશે એવી શંકા હતી. પેકેજમાં રૂ. 684 કરોડનો ગોટાળો થયો છે. આ મુજબ ત્રણ પેકેજમાં રૂ. 1000 કરોડનો ગોટાળો થયો છે. એકંદરે મહાપાલિકામાં કોસ્ટલ રોડને નામે રૂ. 1000 કરોડનો ગોટાળો થયો છે, એવો ગંભીર આરોપ ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે કર્યો છે. આ જ રીતે સામાન્ય જનતાના પૈસા કોન્ટ્રાક્ટર કે શિવસેનામાંથી કોના ખિસ્સામાં ગયા તે અંગે તપાસ થવી જોઈએ એવી માગણી પણ તેમણે કરી છે.માઈનમાંથી ભરણી મટીરિયલ બાબતે માન્યતા પ્રાપ્ત કરી નથી.

રોયલ્ટીના રૂ. 630 કરોડ ભરાયા નથી. ઓક્ટોબર 2018થી 2020માં ઓવરલોડ વાહનો મુંબઈના રસ્તા પરથી પસાર થયાં. ઓવરલોડિંગને નામે રૂ. 81 કરોડનો ગોટાળો થયો છે. વાસ્તવમાં લાવવા લઈ જા રતાં વાહનોની ફેરીઓમાં 35,000 ફેરી વધારાની બતાવવામાં આવી છે. ચક્રવાતમાં ભરણીનું મટીરિયલ વહી ગયું છે. અમારી પાસે આ સર્વ ગોટાળાના પુરાવા છે, એમ તેમણે જણાવ્યું હતું.મુંબઈ મહાપાલિકાએ કેટલું ભરણી મટીરિયલ સમુદ્રમાં વહી ગયું તે સ્પષ્ટ કરવું જોઈએ. સત્તાધારી શિવસેના પર ગોટાળો કર્યાનો અમારો આરોપ છે.

માન્યતાપ્રાપ્ત નહીં હોય તેવી ક્વોરીમાંથી મટીરિયલ લાવવામાં આવ્યું. આ બાબતે મેં કમિશનરને પત્રમોકલ્યો છે. જોકે હજુ સુધી ઉત્તર મળ્યો નથી. મુંબઈ કોસ્ટલ રોડનું કામ થવું જોઈએ, પરંતુ કોસ્ટલ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે. તેની એસઆઈટી થકી તપાસ થવી જોઈએ. છેલ્લાં બે વર્ષમાં સભાગૃહમાં બેઠક નહીં થઈ હોવાથી અમે લડત આપી શક્યા નથી.આ તો ટ્રેલર છે. આખું પિક્ચર અમે આગળ લઈને આવીશું, એવો ઈશારો પણ તેમણે આપ્યો છે. આ જ રીતે રાજ્યની પ્રતિમાને ઘસરકો આપતો આ ગોટાળો છે. મુખ્ય મંત્રીએ તેને ગંભીરતાથી લેવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું

પેન્ગ્વિનમાં પણ ગોટાળો
દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં રાખવા માટે સાઉથ કોરિયામાંથી આઠ પેન્ગ્વિન લાવવામાં આવ્યા હતા. તેમાંથી એકનું બે મહિના પૂર્વે ચેપથી મૃત્યુ થયું હતું. તેની પરથી શિવસેનાની ટીકા થઈ હતી. તેમાં ગોટાળો થયો છે એવો આરોપ થયો હતો. હવે ફરીથી પેન્ગ્વિન ગોટાળો થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પણ આ વાતને સમર્થન આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...