તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Mumbai Municipal Corporation Will Set Up A Machine That Produces 5,000 Liters Of Oxygen Per Minute

સુવિધા:મુંબઈ મહાપાલિકા દર મિનિટે 5 હજાર લીટર ઓક્સિજન નિર્મિત કરતા મશીન ઊભા કરશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિવિધ હોસ્પિટલોમાં 10 લીટર મિનિટ દીઠ ક્ષમતાના લગભગ 1200 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ઉપલબ્ધ કરાવવા વિચારણા

કોરોનાની ત્રીજી લહેર આવ્યા પછી અને કટોકટીની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે મુંબઈ મહાપાલિકા સતર્ક થઈ છે. ભવિષ્યમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે એ માટે મહાપાલિકાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી છે. એના જ ભાગ તરીકે 2000 લીટર મિનિટ દીઠ અને 3000 લીટર મિનિટ દીઠ ઓક્સિજન ઉત્પાદન મશીન ઊભા કરવાની તૈયારી મહાપાલિકાએ શરૂ કરી છે. એ સાથે જ વિવિધ હોસ્પિટલોમાં 10 લીટર મિનિટ દીઠ ક્ષમતાના લગભગ 1200 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ઉપલબ્ધ કરવાનો મહાપાલિકાનો વિચાર છે.

મુંબઈને દરરોજ સરેરાસ અંદાજે 275 મેટ્રિક ટન લીકવીડ મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે. મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા કોરોનાગ્રસ્ત દર્દીઓ, ખાનગી હોસ્પિટલોના 20 ટકા મેનેજમેંટ ક્વોટામાં સારવાર લેનારા દર્દીઓ, મહાપાલિકાએ તાબામાં લીધી ન હોય એવી હોસ્પિટલોમાં સારવાર લેનારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજનની જરૂર પડે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ છોડીને અન્ય દર્દીઓને ઓપરેશનના સમયે ઓક્સિજન પૂરો પાડવો પડે છે. ખાનગી હોસ્પિટલોમાં 20 ટકા અનામત બેડ આઈસીયુના છે અને ત્યાં પણ મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડે છે. તેમ જ મુંબઈની બહારના દર્દીઓને પણ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમને પણ ઓક્સિજનની જરૂર પડે છે.

રાજ્ય સરકારે મુંબઈને દરરોજ 235 મેટ્રિક ટન ઓક્સિજન આપવાનું નક્કી કર્યું છે. જોકે વાસ્તવિકતામાં મુંબઈને દરરોજ 275 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે. જરૂરત અને મળતા સ્ટોકના તફાવતને ધ્યાનમાં રાખતા શક્ય ત્યાં ઓક્સિજનનું જતન અને કરસકરથી ઉપયોગ કરવાનો નિર્દેશ તમામ હોસ્પિટલોને આપવામાં આવ્યો છે એમ અતિરિક્ત મહાપાલિકા કમિશનર પી. વેલારાસુએ ઓક્સિજનના નિયોજનની માહિતી આપતા જણાવ્યું હતું. ભવિષ્યમાં ઓક્સિજનની અછત નિર્માણ ન થાય એ માટે ઉપાયયોજના કરવામાં આવી રહી છે.

મહાપાલિકાએ મિનિટ દીઠ 2000 અને 3000 લીટર ઓક્સિજનની નિર્મિતી કરી શકે એવા મશીન લગાડવાનો નિર્ણય લીધો હોવાથી એના માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. જૂન ૨૦૨૧માં આ મશીન કાર્યાન્વિત થઈ શકે છે. મહાપાલિકાની વિવિધ હોસ્પિટલોને મિનિટ દીઠ ૧૦ લીટર ક્ષમતાના ઓક્સિજન કોન્સ્ટ્રેટર ઉપલબ્ધ કરી આપવામાં આવશે. એના માટે પણ અંતિમ ટેંડર નિશ્ચિત કરવામાં આવ્યા છે એમ વેલારાસુએ સ્પષ્ટ કર્યું હતું.

અધિકારીઓની ફોજ ફરજ પર તૈયાર
અન્ન અને ઔષધ પ્રશાસન તથા મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ મુંબઈના દર્દીઓ માટે જરૂરી ઓક્સિજનના પુરવઠા પર નજર રાખી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી ઓક્સિજન ઉપલબ્ધ કરી આપવા પ્રશાસન તરફથી પ્રયત્ન ચાલુ છે. ગુજરાતના જામનગર અને આંધ્રપ્રદેશના વિઝાગ ખાતેથી રેલવે દ્વારા લાવેલો ઓક્સિજન મુંબઈને મળે એ માટે અધિકારીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મહાપાલિકા તરફથી અન્ન અને ઔષધ પ્રશાસન પાસે 6 સમન્વય અધિકારીઓની નિયુક્તી કરવામાં આવી છે. એક ઉપાયુક્ત, એક ચીફ એન્જિનિયર, 2 એક્ઝિક્યુટીવ એન્જિનિયર અને 1 ઉપઅધિષ્ઠાતાના સમાવેશવાળી સેંટ્રલ ટીમ પણ સજ્જ કરવામાં આવી છે. વોર્ડ કાર્યાલયના સહાયક આયુક્ત, સેંટ્રલ ટીમ વગેરેના સમન્વયથી ઓક્સિજનના પુરવઠા બાબતે ઉકેલ કાઢવામાં આવી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...