તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મુંબઈ મહાપાલિકા દ્વારા નાના બાળકો માટે 500 બેડનું જમ્બો કોવિડ સેંટર ઊભું કરાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20,000 બેડની ક્ષમતાની આ હોસ્પિટલ માટે ઓક્સિજની નિર્મિતી મહાપાલિકા પોતે જ કરશે

મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના કોરોના નિયંત્રણ કાર્યક્રમની નોંધ નાગપુર અને મુંબઈ હાઈ કોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટે લીધાની પાર્શ્વભૂમિ પર મુંબઈ મહાપાલિકાને જમ્બો કોરોના સેંટર સહિત અત્યાવશ્યક બાબતો માટે રૂ. 50 કરોડનું ભંડોળ સીએસઆર ભંડોળમાંથી મળ્યા છે.

ત્રીજી લહેરમાં નાના બાળકોને કોરોનાનો સૌથી વધારે ત્રાસ થઈ શકે છે એવા નિષ્ણાતોના મતને ધ્યાનમાં રાખતા નાના બાળકોનું 500 બેડનું સ્વતંત્ર કોવિડ સેંટર શરૂ કરવામાં આવશે. ઉપરાંત 6000 બેડના ત્રણ જમ્બો કોવિડ સેંટર ઊભા કરવામાં આવશે એમ ચહલે જણાવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એટલે મહાપાલિકાની 20,000 બેડની હોસ્પિટલ માટે ઓક્સિજની નિર્મિતી પણ મહાપાલિકા પોતે જ કરશે. તેથી ભવિષ્યમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિર્ભર રહેવું પડશે નહીં એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાની પ્રથમ લહેરમાં 50 વર્ષથી ઉપરના લોકોને વધુ ત્રાસ થયો અને બીજી લહેરનો ફટકો યુવાપેઢીને પડ્યો. મોટા પ્રમાણમાં યુવાનોના કોરોનાને કારણે મૃત્યુ થયા. ત્રીજી લહેર નાના બાળકો માટે જોખમકારક હશે એમ નિષ્ણાતોનું જણાવવું છે. આ પાર્શ્વભૂમિ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્ય મંત્રી રાજેશ ટોપેની બેઠક થઈ હતી. એમાં નાના બાળકો માટે કોરોના સારવાર માર્ગદર્શક ધોરણ નિશ્ચિત કરવા બાળરોગ નિષ્ણાતોની ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આ પાર્શ્વભૂમિ પર મુંબઈમાં વરલી ખાતે મહાપાલિકાના માધ્યમથી 500 બેડનું નાના બાળકો માટે સ્વતંત્ર જમ્બો કેવિડ સેંટર ઊભું કરવામાં આવશે એમ ચહલે સ્પષ્ટ કર્યું હતું.

1 થી 18 વર્ષના વયજૂથના બાળકોને આ સેંટરમાં દાખલ કરવામાં આવશે. નાના બાળકો સાથે તેમની માતા હાજર રહે એ જરૂરી હોવાનું ધ્યાનમાં રાખીને ક્યુબિકલ પદ્ધતિથી આ જમ્બો સેંટરની નિર્મિતી કરવામાં આવશે.

ટૂંક સમયમાં 30,000 બેડ ઉપલબ્ધ કરાશે
અત્યારના ચારેય જમ્બો કોવિડ સેંટર ઊભા કરતા તેમની જરૂરિયાત અનુસાર વિસ્તરણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રોમાં જરૂરિયાત અનુસાર દરેકમાં 2000 પ્રમાણે કુલ 6000 બેડ ઊભા કરી શકાશે એમ કમિશનર ચહલે જણાવ્યું હતું. મેના અંત અને જૂન મહિનાની મધ્ય સુધી 6500 અતિરિક્ત બેડની જમ્બો કોવિડ હોસ્પિટલ ઊભી થઈ જશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અત્યારે મહાપાલિકાના ડેશબોર્ડ પર 22,000 બેડ દેખાય છે જે ટૂંક સમયમાં 30,000 કરતા વધુ દેખાશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...