શિક્ષણ:મુંબઈ મહાપાલિકા તરફથી મિશન એડમિશન શરૂ, મુંબઈ પબ્લિક સ્કૂલ માટે 30 એપ્રિલ સુધી પ્રવેશ ઝુંબેશ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ મહાપાલિકાએ મુંબઈ પબ્લિક સ્કૂલ નામથી શરૂ કરેલ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની સ્કૂલોને વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષમાં 1 લાખ બાળકોને આ સ્કૂલ સાથે જોડવાનો સંકલ્પ છે. એના માટે મહાપાલિકાના શિક્ષક, શિક્ષણ વિભાગના કર્મચારીઓ ઘેરઘેર જઈને મુંબઈ પબ્લિક સ્કૂલ વિશે વાલીઓમાં જનજાગૃતિ કરી રહ્યા છે. આ સ્કૂલોમાં પ્રવેશ માટે 30 એપ્રિલ સુધી પ્રવેશ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. મુંબઈ પબ્લિક સ્કૂલની વધતી ગુણવત્તા, વિદ્યાર્થીઓને મફત મળતી સુવિધાઓ, શિક્ષણનો દરજ્જો, અનુભવી શિક્ષક જેવી બાબતોને લીધે વધુમાં વધુ વિદ્યાર્થીઓએ આ સ્કૂલમાં પ્રવેશ લેવો.

એના માટે મહાપાલિકાના શિક્ષણ વિભાગે જોરદાર તૈયારી કરી છે. શિક્ષણ વિભાગે કેટલાક વીડિયો તૈયાર કર્યા છે જેમાં સ્કૂલની માહિતી, પરિસર, વિદ્યાર્થી અને વાલીઓના અનુભવ જણાવવામાં આવ્યા છે. એમાં કેટલીક શોર્ટ ફિલ્મ્સ છે. આ વીડિયો દ્વારા મુંબઈગરાઓને મુંબઈ પબ્લિક સ્કૂલ વિશે માહિતી આપવાનો પ્રયત્ન મહાપાલિકા તરફથી કરવામાં આવશે. ઉપરાંત શિક્ષકો ઘેરઘેર જઈને આ સ્કૂલની માહિતી જણાવશે. એના દ્વારા સ્કૂલમાં પ્રવેશ વધારવાનો પ્રયત્ન મહાપાલિકા કરી રહી છે. મુંબઈ પબ્લિક સ્કૂલના નામથી શરૂ કરેલ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની સ્કૂલ 8 માધ્યમની છે.

એમાં નર્સરીથી દસમા ધોરણ સુધી મફત શિક્ષણ મળે છે. અનુભવી શિક્ષકો હોય છે. શૈક્ષણિક વસ્તુઓ વિદ્યાર્થીઓને મફત આપવામાં આવે છે. ઉપરાંત મફત આરોગ્ય તપાસ, મેડિકલ સુવિધા પણ આપવામાં આવે છે. બસના પાસની સુવિધા છે. આ સ્કૂલમાં ડિજિટલ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ છે. આઠમા ધોરણના વિદ્યાર્થીઓને હાજર રહેવા ભથ્થુ આપવામાં આપવામાં આવે છે. દસમા ધોરણ પછી આગળ ભણવા 25 હોંશિયાર વિદ્યાર્થીઓને આગામી પાંચ વર્ષના શિક્ષણ માટે દર વર્ષે ઓછામાં ઓછા 25 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે.

એમપીએસ બ્રાન્ડની નિર્મિતી
દિલ્હી સ્કૂલના પગલે એમપીએસ (મુંબઈ પબ્લિક સ્કૂલ) નામથી બ્રાન્ડ તૈયાર કરવામાં આવી છે. મહાપાલિકા તરફથી ચાલતી આ સ્કૂલ હવેથી એમપીએસ તરીકે ઓળખાશે. આગામી થોડા સમયમાં સ્કૂલનો દરજ્જો સુધારવા હજી પ્રયત્ન કરવામાં આવશે. સ્કૂલોની જાહેરાત કરવા માટે તૈયાર કરવામાં આવેલા વીડિયોમાં સ્કૂલમાં અત્યારે ભણી રહેલા વિદ્યાર્થીઓનો અનુભવ તેમના શબ્દોમાં દેખાડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...