દર વર્ષે મુંબઈમાં નાળાસફાઈ પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. એ પછી પણ મુંબઈના અનેક ભાગોમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે. થોડા વર્ષો પહેલાં મુંબઈમાં નાળાસફાઈનો મોટો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો હતો. તેથી દર વર્ષે નાળાસફાઈના કામ પર પ્રશ્ન ઊભા કરવામાં આવે છે. નાળાસફાઈ હંમેશા કરવામાં આવે છે તો પણ મુંબઈ જળબંબાકાર થઈ જાય છે. મહાપાલિકાની આગામી ચૂંટણીની આચારસંહિતા સાથે જ કોવિડની ત્રીજી લહેરની શક્યતાને લીધે લાગુ કરવામાં આવનારા લોકડાઉનને લીધે નાળાસફાઈ અટકી ન જાય એ માટે મુંબઈ મહાપાલિકાએ આ વર્ષે નાળાસફાઈની તૈયારીઓ શરૂ કરી છે.
નાના નાળા, બોક્સ ડ્રેન વગેરે માટે 151 કરોડ રૂપિયા અને મોટા નાળાઓની સફાઈ માટે 83 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મુંબઈ મહાપાલિકા નાળાઓની સફાઈ અત્યાર સુધી ચોમાસા પહેલાં એટલે કે માર્ચ મહિના પછી શરૂ કરતી હતી. પણ કોવિડની ત્રીજી લહેરની શરૂઆત થઈ હોવાથી લોકડાઉન લાગુ કરવામાં આવે એવી શક્યતા છે. આમ થશે તો નાળાસફાઈના કામ પર અસર થવાની શક્યતા છે. તેથી હમેશા કરતા વહેલા કામ શરૂ કરવાનો પ્રયત્ન પ્રશાસનનો છે. તેમ જ મહાપાલિકાની ચૂંટણી થવાની પણ શક્યતા છે.
આ આચારસંહિતાના લીધે પ્રસ્તાવની મંજૂરી રખડી ન જાય એ માટે મહાપાલિકાએ નાળા રિપેરીંગ ટેંડર પ્રક્રિયાની શરૂઆત કરી છે. મોટા નાળાઓની સફાઈના ટેંડરની મુદત તાજેતરમાં પૂરી થઈ છે અને નાના નાળાઓની સફાઈના ટેંડર 18 જાન્યુઆરી સુધી ભરવાના છે. મુંબઈમાં 215 કિલોમીટરના મુખ્ય નાળા અને 156 કિલોમીટર લાંબા નાના નાળાઓ છે. 1 હજાર 986 કિલોમીટર લાંબી પાઈપલાઈન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.