મુંબઈ મહાપાલિકાએ નવું પાણી ધોરણ તૈયાર કરતા એમાં મુખ્યત્વે પાણીની ચોરી, ગેરકાયદે પાણી જોડાણ, પાણીના ગળતર પર નિયંત્રણ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઉદ્દેશ સફળ બનાવવા પાણી માફિયા, ટેંકર મારફત પાણી પુરવઠો રોકી શકાય એ માટે તજવીજ કરવામાં આવશે. મુંબઈની આજની તારીખે રોજિંદા પાણી પુરવઠામાંથી 25 ટકા પાણી ચોરી કે ગળતરથી વેડફાય છે. આ બાબત દૂર કરવા મહાપાલિકાએ નવું પાણી ધોરણ બધાને પાણી તૈયાર કર્યું છે.
મુંબઈમાં છેલ્લા અનેક વર્ષથી અસમાન પાણી વિતરણથી મુંબઈગરાઓમાં નારાજગી છે. આ પાર્શ્વભૂમિ પર પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ થોડા દિવસ પહેલાં મહાપાલિકા મુખ્યાલયમાં બધા માટે પાણી ધોરણની ઘોષણા કરી હતી. આ ઘોષણા પછી ચોક્કસ શું ધોરણ હશે અને એને કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે એ બાબતે કુતૂહલ હતું. મહાપાલિકાએ પાણી ધોરણ તૈયાર કરતા પાણી પુરવઠામાંથી ત્રુટિઓ દૂર કરવાનું નક્કી કર્યું છે.
મુંબઈને પાણી પુરવઠો કરતા સાત ડેમમાંથી પાણી મુંબઈ પહોંચાડવામાં આવે છે અને મુંબઈગરાઓની તરસ છીપાવવામાં આવે છે. ગયા વર્ષે સાતેય ડેમ પરિસરમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી મુંબઈગરાઓના માથા પરથી પાણીનું સંકટ દૂર થયું હતું. મુંબઈની દરરોજની પાણી જરૂરિયાત લગભગ 4 હજાર 200 મિલિયન લીટર છે અને અત્યારે 3 હજાર 800 મિલિયન લીટર પાણી પુરવઠો કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.