તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહિતી:ક્યૂ એસ વર્લ્ડ રેન્કિંગમાં મુંબઇ IITને ટોપ 200માં સ્થાન મળ્યું, ગયા વર્ષની સરખામણીએ 20 ક્રમ નીચે સરકી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્યૂ એસ વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ 2021માં દેશમાં ઉચ્ચ શિક્ષણ આપનાર યુનિવર્સિટી, સંસ્થાઓમાં આઈઆઈટી મુંબઈએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. મુંબઈ આઈઆઈટીએ આ રેંકિંગમાં પહેલા 200માં સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની રેંકિંગની સરખામણીએ મુંબઈ આઈઆઈટીની રેંકિંગ આ વર્ષે ઘટી છે. ગયા વર્ષે મુંબઈ આઈઆઈટીએ ક્યૂએસ રેંકિંગમાં 152મો ક્રમ મેળવ્યો હતો. આ વર્ષે એમાં 20નો ઘટાડો થઈને 172મો ક્રમ મેળવ્યો છે.એ સિવાય આઈઆઈટી મુંબઈની પ્લેસમેંટ પ્રક્રિયાની શરૂઆત થઈ છે પ્લેસમેંટની બીજા દિવસે પણ અનેક વિદ્યાર્થીઓની પ્લેસમેંટ થઈ છે. એમાં સોની જાપાન કંપની તરફથી આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી રૂ. 1.15 કરોડની ઓફર મળી છે. બીજા દિવસના સત્રમાં કુલ 16 કંપનીઓએ વિદ્યાર્થીઓને 64થી વધુ ઓફર્સ આપી છે. આઈઆઈટી મુંબઈમાં ૩૫ કંપનીઓએ વિદ્યાર્થીઓને ઓફર્સ આપી છે.

દેશમાં પ્લેસમેંટ પ્રક્રિયામાં સૌથી વધારે ઓફર કરનારી કંપનીઓમાં ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ, ગુગલ, માઈક્રોસોફ્ટ, માસ્ટર કાર્ડ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપનો સમાવેશ હતો. પહેલા દિવસના સત્રમાં 155 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રી પ્લેસમેંટ અને પહેલા દિવસથી હંમણાં સુધી આઈઆઈટી મુંબઈના 313 વિદ્યાર્થીઓની પ્લેસમેંટ માટે પસંદગી થઈ હોવાની માહિતી પ્લેસમેંટ સેલ તરફથી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો