તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ક્યુએસ રેન્કિંગમાં મુંબઈ IITને વિશ્વમાં 200 સંસ્થામાં સ્થાન

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી પણ યાદીમાં

વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ગણાતી ક્યૂએસ રેન્કિંગમાં વિશ્વની પહેલી 200 ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં રાજ્યની આઈઆઈટી મુંબઈએ સ્થાન મેળવ્યું છે. સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીને 591 થી 600 અને મુંબઈ યુનિવર્સિટીને 1001 થી 1200ના ગ્રુપમાં સ્થાન મળ્યું છે. ક્વાકરેલી સાયમંડ્સ (ક્યૂએસ) ખાનગી બ્રિટિશ સંસ્થા યુનિવર્સિટીઓની રેન્કિંગ યાદી જાહેર કરે છે. વિદ્યાર્થી શિક્ષક ગુણોતર, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા, સંશોધન, ગુણવત્તા, નોકરીની તક જેવા વિવિધ ધોરણોના આધારે આ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. એ અનુસાર 2022 સુધીની રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી.

વિશ્વની પહેલી 200 ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં આઈઆઈટી મુંબઈ 177 ક્રમે, આઈઆઈટી દિલ્હી 185 ક્રમે, બેંગલુરુના ઈંડિયન ઈન્સિટટ્યૂટ ઓફ સાયન્સ 186 ક્રમે છે. આઈઆઈટી મદ્રાસ 255 ક્રમે, આઈઆઈટી કાનપુર 277 ક્રમે, આઈઆઈટી ખરગપુર 280 ક્રમે, આઈઆઈટી ગુવાહાટી 396 ક્રમે, આઈઆઈટી રુરકી 400 ક્રમે છે. પારંપારિક યુનિવર્સિટીઓમાં દિલ્હી યુનિવર્સિટી 501 થી 510, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી 561 થી 570, સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી 591 થી 600, જાદવપુર યુનિવર્સિટી અને હૈદરાબાદ યુનિવર્સિટી 651 થી 700 ગ્રુપમાં છે.

મુંબઈ યુનિવર્સિટી 1001 થી 1200 ગ્રુપમાં છે. બધા જ મોરચે આઈઆઈટી મુંબઈ પ્રગતિ કરી રહી છે. આગામી સમયમાં આઈઆઈટી મુંબઈની કામગિરી વધુ સરસ થશે એવો વિશ્વાસ છે એમ આઈઆઈટી મુંબઈના પ્રોફેસર સુભાષીષ ચૌધરીએ જણાવ્યું હતું.

પ્રથમ ત્રણ સંસ્થાઓ
ગ્લોબલ રેન્કિંગ યાદીમાં પ્રથમ ત્રણ નંબર પર અનુક્રમે મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને હાર્વર્ડ યુનિવર્સિટી છે. દેશની 35 ઉચ્ચ શિક્ષણસંસ્થાઓએ આ રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. એમાં મુખ્યત્ત્વે આઈઆઈટી જેવી કેન્દ્રિય સંસ્થાનું વર્ચસ્વ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...