ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો:મુંબઈમાં ત્રણ મહિનામાં ઘરની ખરીદીમાં 15 ટકાનો વધારો થયો, પશ્ચિમ ઉપનગરોમાં કાંદિવલી, મલાડ હોટસ્પોટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં ઘરની ખરીદીમાં ઉછાળો આવ્યો છે. 2022ના વર્ષના પહેલા ત્રણ મહિનામાં 15.2 ટકાનો વધારો નોંધાયો છે. મોટા ભાગના ગ્રાહકો ટુબીચકે પર પસંદગીનો કળશ ઢોળતા હોવાનું જણાયું છે. ડેવલપરોએ અત્યાર સુધી વેચેલા કુલ ઘરમાં 42 ટકા ટુબીચકે છે. 2022ના પહેલા ત્રણ મહિનામાં ઘરની કિંમતમાં પણ 1.4 ટકા વધારો થયો છે.

મુંબઈના ઉપનગરોમાં ઘરની ખરીદી માટે મલાડ, કાંદિવલી હોટસ્પોટ બન્યા છે. મેજિકબ્રિક્સ પ્રોપઈંડેક્સના અહેવાલમાં ઉપરોક્ત નિષ્કર્ષ પ્રકાશમાં આવ્યા છે. ડેવલપરો તરફથી મળતી આકર્ષક ઓફર્સ, મદદરૂપ ધોરણ, નોકરીની તકમાં સુધારાને લીધે રિયલ એસ્ટેટ ઉદ્યોગ બાબતે ઘર ખરીદી કરતા ગ્રાહકોના મનમાં વિશ્વાસ વધ્યો છે.

મુંબઈ ઉપનગરોમાં અનેક પાયાભૂત સુવિધાઓ ઊભી રહી છે. તેથી મલાડ, કાંદિવલી સહિત અંધેરી, બોરીવલી, દહિસર, ગોરેગાવ જેવા પશ્ચિમ ઉપનગરોમાં તેમ જ મીરા રોડથી આગળ ટુબીએચકે ઘરની માગ અને પુરવઠો વધ્યો છે. એકંદર વધારો મુખ્યત્વે નિયામક ઉપક્રમના કારણે થયો છે. બાંધકામ પ્રીમિયમનું શુલ્ક ઓછું કરવું, પરવડનારી કિંમત અને મેટ્રોનું બાંધકામ જેવા કારણોસર ઘરની ખરીદી વધી રહી છે.

મુંબઈ પ્રમાણે જ નવી મુંબઈ અને થાણેમાં ટુબીએચકેની માગ વધારે છે. નવી મુંબઈમાં કુલ માગના 48 ટકા અને કુલ પુરવઠાના 46 ટકા ફાળો ટુબીએચકેનો છે. થાણેમાં કુલ માગ અને પુરવઠાનો 78 ટકા ફાળો વન અને ટુ બીએચકે ઘરનો છે. નવી મુંબઈમાં ન્યૂ પનવેલ, ખારઘર, ઐરોલી, તળોજા, વાશી, કામોઠે અને નેરુલમાં ઘરની ખરીદી ગ્રાહકો કરી રહ્યા છે.

આ ભાગ એમએમઆર રિજિયન સાથે સારી રીતે જોડાયેલા હોવાથી ગ્રાહકોનો ઝૂકાવ વધી રહ્યો છે. રેલવે સહિત હવે રસ્તા અને મેટ્રો માર્ગ પણ પરિવહન માટે ઉપલબ્ધ થવાનો હોવાથી આ ભાગની મુંબઈ અને થાણે સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.

અન્ય સમાચારો પણ છે...