તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુંબઈ હાઈ કોર્ટે પ્રીટી ઝિંટાની અરજી ફગાવી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાન્દરામાં 3 ફ્લેટનું વેચાણ કર્યા પછી શેર સર્ટિફિકેટ આપવામાં અભિનેત્રીએ વિલંબ કર્યો હતો

બાન્દરામાં પોતાના ત્રણ ફ્લેટ્સનું વેચાણ એક કંપનીને કર્યા પછી એને ફ્લેટના શેર સર્ટિફિકેટ આપવામાં વિલંબ કરનાર અભિનેત્રી પ્રીટી ઝિંટાની અરજી ફગાવીને હાઈ કોર્ટે એને આંચકો આપ્યો હતો. પ્રીટી ઝિંટા પોતાના ખોટા કામનો ફાયદો લઈને હવે વિલંબના કારણોસર કંપનીની અરજીનો વિરોધ કરી શકતી નથી એમ જજ શાહરુખ કાથાવાલા અને જજ વિનય જોશીની ખંડપીઠે પ્રીટીની અરજી ફગાવી દેતા નોંધ્યું હતું.

પ્રીટી અને નીલપ્રભા ઝિંટાએ ફેબ્રુઆરી 2016માં બાન્દરા પશ્ચિમ સ્થિત ક્વોંટમ પાર્ક ઈમારતના દસમા માળે આવેલા પોતાના ત્રણ ફ્લેટ એસ હાઉસિંગ એન્ડ કન્સ્ટ્રક્શન લિમિટેડ કંપનીને રૂ. 7,12,59,800માં વેચ્યા હતા. એ અનુસાર બંને પક્ષ વચ્ચે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો.

જો કે એ સમયે જેફરી રોડ્રિગ્ઝ પ્રીટીના ફ્લેટમાં ભાડૂત તરીકે રહેતા હતા. તેથી રોડ્રિગ્ઝ ભાડાકરાર પૂરો થાય ત્યાં સુધી રહેશે અને એ પછી માસિક ભાડું કંપનીને આપશે એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફ્લેટ પર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની લોન બાકી નીકળતી હોવાથી મળેલી રકમમાંથી પ્રીટી આ લોન પાછી ચુકવશે અને બેંક પાસે ગીરવે મૂકેલા શેર સર્ટિફિકેટ અને જરૂરી કાગળપત્રો કંપનીને આપશે એમ પણ નક્કી થયું હતું. પણ વારંવાર યાદ કરાવવા છતાં પ્રીટીએ શેર સર્ટિફિકેટ આપ્યા નહીં. તેથી સોસાયટીને પૂછતા મૂળ શેર સર્ટિફિકેટ અને અન્ય કાગળપત્રો પ્રીટી આપે પછી જ એ બધા તમારા નામ પર ટ્રાન્સફર કરવામાં આવશે એવો જવાબ સોસાયટીએ આપ્યો હતો.

ભાડૂતની ડિપોઝીટ માટે જુદી અરજી
ભાડૂત રોડ્રિગ્ઝને તેમની રૂ. 90 લાખ ડિપોઝીટ રકમ અમે પાછી આપી છે. એ રકમ નક્કી કર્યા મુજબ પ્રીટી ઝિંટા તરફથી અમને મળી નથી એવો દાવો કંપનીએ જુદી અરજી દ્વારા કરી હતી. આ બાબતનો વિવાદ વિલંબિત હતો ત્યારે શેર સર્ટિફિકેટ કંપનીને આપવાનો કોર્ટનો આદેશ ભૂલભર્યો છે એવી દલીલ પ્રીટીના વકીલે કરી હતી. જો કે કોર્ટે એનો દાવો ફગાવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો