તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોસ્ટલ રોડના કામમાં અડચણ ઊભી કરનારા અરજદારોને કોઈ પણ રાહત આપવાનો હાઈ કોર્ટે નકાર આપ્યો હતો. વરલીના માછીમારોનું આ બાંધકામને લીધે કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી. આ માછીમારો લોટસ જેટ્ટીનો સહેલાઈથી ઉપયોગ કરી શકશે એવો જોરદાર યુક્તિવાદ એફિડેવિટ દ્વારા મહાપાલિકા તરફથી હાઈ કોર્ટમાં કરવામાં આવ્યો હતો. કોર્ટમાં મહાપાલિકાનો પક્ષ માન્ય કરતા કોસ્ટલ રોડ પ્રકલ્પ વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી.
વરલીની લોટસ જેટ્ટી ખાતેના કેટલાક માછીમારોએ કોસ્ટલ રોડનો વિરોધ કરતા મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અત્યારે અહીં કામ ચાલુ હોવાથી જેટ્ટીના ઉપયોગ પર બંધી મૂકવામાં આવી છે અને માછીમારી કરી શકાતી નથી. તેથી મહાપાલિકાએ નુકસાન વળતર આપવું એવી માગણી કરતા માછીમારોએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર જજ આર.ડી.ધાનુકા અને જજ વી.જી. બિષ્ટની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી.
મહાપાલિકા તરફથી વરિષ્ઠ વકીલ એસ્પિ ચિનોય અને એડવોકેટ જોએલ કાર્લોસે એફિડેવિટ રજૂ કર્યું હતું. આ સમયે તેમણે હાઈ કોર્ટને જણાવ્યું કે આ અરજી ફક્ત ગેરસમજ ફેલાવતી હોવાથી એ ફગાવી દેવી. આ ઠેકાણે મહાપાલિકા નેવિગેશન બ્રિજ બાંધવાની છે. તેથી જેટ્ટીમાં બોટને આવવા અને જવા માટે સહેલું થશે. ફક્ત કોસ્ટલ રોડ પ્રકલ્પ રખડાવવા માટે જ આ અરજી દાખલ કરવામાં આવી હોવાનું નિષ્પન્ન થાય છે. તેથી હાઈ કોર્ટે આ યુક્તિવાદ સાંભળીને અરજદારોનો કોઈ પણ રાહત આપવાનો નકાર આપ્યો અને અરજી ફગાવી દીધી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.