પ્રસ્તાવિત કાંજુરમાર્ગ કારશેડ પ્રકરણે:તાત્કાલીક સુનાવણી લેવા મુંબઈ હાઈ કોર્ટનો નકાર

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકલ્પ પર આપેલો સ્ટે હાલ યથાવત રહેશે

કોલાબાથી સીપ્ઝ મેટ્રો-3 પ્રકલ્પના પ્રસ્તાવિત કાંજુરમાર્ગ ખાતેના કારશેડનો વિવાદ આ જગ્યાના દાવેદારો તરફથી આપસમાં ચર્ચા કરીને સમજદારીથી ઉકેલવાનો પ્રયત્ન ચાલુ છે. અમારું એના પર ધ્યાન છે. તેથી જનતાના હિતનું રક્ષણ કરવાની દષ્ટિએ યોગ્ય ચુકાદો આપશું એમ નોંધીને હાઈ કોર્ટે આ પ્રકરણે તાત્કાલીક સુનાવણી લેવાની માગણી ફગાવી દીધી હતી. તેથી આ પ્રકલ્પને આપેલો સ્ટે હાલ પૂરતા યથાવત રહેશે.

મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ મકરંદ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ પર્યાવરણ પ્રેમી ઝોરુ બથેનાએ એડવોકેટ સોનલ મારફત આ પ્રકરણે હસ્તક્ષેપ અરજી ફરીથી રજૂ કરી હતી. આ જનહિતાર્થ પ્રકલ્પ હોવાથી સ્ટેના કારણે એ બંધ છે. લોકલમાં પ્રવાસ કરનારા 3 હજાર નાગરિકો દર વર્ષે જીવ ગુમાવે છે. આ બાબત ધ્યાનમાં લેતા મુંબઈ માટે આ પ્રકલ્પ કેટલો મહત્વનો છે એ તેમણે કોર્ટને જણાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ કારશેડની જમીન પરથી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ ચાલુ છે. આ જમીન મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીએ એમએમઆરડીએને આપી હતી. કેન્દ્ર સરકારે આ નિર્ણયને પડકારતા હાઈ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...